પેન્શનરો માટે સારા સમાચાર: હવેથી દેશની કોઈ પણ બેંકમાંથી પેન્શન ઉપાડવું સરળ બન્યું, વેરિફિકેશનની જરૂર નહી - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

પેન્શનરો માટે સારા સમાચાર: હવેથી દેશની કોઈ પણ બેંકમાંથી પેન્શન ઉપાડવું સરળ બન્યું, વેરિફિકેશનની જરૂર નહી

Pensioners News: દેશના લાખો પેન્શનરો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ નવું સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ (CPPS) લોન્ચ કર્યુ છે.

Author image Aakriti

Pensioners News: દેશના લાખો પેન્શનરો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ નવું સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ (CPPS) લોન્ચ કર્યુ છે, જેના પાયલોટ પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ થયાની જાહેરાત કરી છે. હવે, પેન્શનરો દેશની કોઈ પણ બેંકમાંથી, કોઈપણ શાખામાંથી, સરળતાથી પેન્શન ઉપાડી શકશે અને વેરિફિકેશન માટે બેંકની મુલાકાત લેવાની પણ જરૂર નહીં રહે.

CPPSનું લક્ષણ એ છે કે તે હાલની વિકેન્દ્રિત પેન્શન પ્રણાલીને વધુ પ્રગતિશીલ બનાવે છે. આ સિસ્ટમ હેઠળ, EPFOના દરેક ઝોનમાં, જુદી જુદી બેંકો સાથે કરાર કરવો ફરજિયાત નહીં રહે. આ નવી સિસ્ટમના કારણે પેન્શનરોને પેન્શન શરૂ કરવાના સમયે બેંકમાં જઈને વેરિફિકેશન કરવાની આવશ્યકતા નહી રહે અને પેન્શન પણ તરત જ ખાતામાં જમા થઈ જશે.

CPPSથી 49 હજાર પેન્શનરોને આ સહેલાઇ મળ્યું

29-30 ઓક્ટોબરે CPPS પાયલોટ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આ સમયગાળામાં જમ્મુ, શ્રીનગર અને કરનાલ ક્ષેત્રમાં રહેતા 49,000 EPS પેન્શનરોને કુલ 11 કરોડ રૂપિયાનું પેન્શન આપવામાં આવ્યું હતું. મંત્રી માંડવિયાએ કહ્યું કે CPPS એ EPMOના આધુનિકીકરણમાં એક મોટું પગલું છે, જે પેન્શનરો માટે સેવાઓને વધુ સુલભ બનાવશે.

ગમે ત્યાંથી પેન્શન ઉપાડવાની સુવિધા

કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી પેન્શન ઉપાડવા માટે CPPS પદ્ધતિએ દેશના પેન્શનરો માટે નવી સહેલાઇ મેળવી છે. EPFOના આ નમૂનારૂપ પરિવર્તનથી પેન્શનરોને ઘરેથી દૂર હોવા છતાં તેમની પેન્શન સરળતાથી ઉપલબ્ધ રહેશે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News