
HMPV Virus In Gujarat: HMPV (હ્યુમન મેટાપ્નીયુમોવાઇરસ) એ એક પ્રકારનો વાયરસ છે, જે મુખ્યત્વે શ્વસન તંત્રને અસર કરે છે. દુનિયા હજી કોવિડ-19નાં અસરથી છુટી નથી અને હવે એક નવા ચીનીય વાયરસ HMPV નો ખતરો ઉભો થયો છે. આ વાયરસનો પ્રથમ કેસ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નોંધાયો છે, જ્યાં એક 2 મહિનાનું બાળક સારવાર હેઠળ છે.
HMPV (હ્યુમન મેટાપ્નીયુમોવાઇરસ) એ એક પ્રકારનો વાયરસ છે, જે મુખ્યત્વે શ્વસન તંત્રને અસર કરે છે. દુનિયા હજી કોવિડ-19નાં અસરથી છુટી નથી અને હવે એક નવા ચીનીય વાયરસ HMPV નો ખતરો ઉભો થયો છે. આ વાયરસનો પ્રથમ કેસ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નોંધાયો છે, જ્યાં એક 2 મહિનાનું બાળક સારવાર હેઠળ છે.
HMPV મુખ્યત્વે બાળકોને અસર કરે છે, પણ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અને વૃદ્ધોમાં પણ તેની અસર નોંધવામાં આવી છે. આ વાયરસથી થતા લક્ષણોમાં શરદી, ઉધરસ, તાવ અને કફ શામેલ છે. વધુ ગંભીર કિસ્સાઓમાં ગળાના શ્વાસને અવરોધ થઈ શકે છે, અને દર્દીને ન્યુમોનિયા જેવી ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે.
ગુજરાત સરકાર અને સ્વાસ્થ્ય મંત્રાલય સતર્ક થયા છે. વિદેશથી આવનારા લોકો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને આરટીપીસીઆર ટેસ્ટ (RTPCR Test) માટે ખાસ કિટ્સની ખરીદી શરૂ થઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરાઇ રહી છે.
વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે, ખાસ કરીને બાળકો અને વડીલોમાં શરદી-ઉધરસ જેવા સામાન્ય લક્ષણો જોવા મળે તો તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. HMPV માટે કોઈ ખાસ વેક્સિન કે દવા ઉપલબ્ધ નથી, પરંતુ લક્ષણાનુસાર સારવાર કરી શકાય છે.
આવા નવા ચેપથી બચવા માટે માસ્ક પહેરવું, હાથ ધોવું અને બિનજરૂરી ભીડથી દૂર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. HMPV માટે ઘબરાવાની નહીં પરંતુ સતર્ક રહેવાની જરૂર છે.