IAS Mudra Gairola: આઈએએસ મુદ્રા ગાઇરોલાના પિતા 1973માં સિવિલ સર્વિસીઝ પરીક્ષા (UPSC) ની પરીક્ષા આપી પરંતુ તે સફળ થયા નહીં, તેથી જ તેમના પિતાનું સપનું સાકાર કરવા માટે IAS Mudra Gairola એ સિવિલ સર્વિસીઝ પરીક્ષા આપી અને તે સફળ પણ થયા અને તેમણે IPS પદ મળ્યું અને ત્યાર પછી IAS ઓફિસર પણ બની.
ભારતના ખૂણે ખૂણે થી લાખો વિદ્યાર્થીઑ સિવિલ સર્વિસીઝ પરીક્ષા (UPSC) આપતા હોય છે. પરંતુ અમૂક જ લોકો આ પરીક્ષા પાસ કરી શકે છે. મોટા ભાગના ઉમેદવારોને નિસફળતા હાથ લાગે છે. આ પરીક્ષા પાસ કરી IAS અને IPS ઓફિસર જેવી પોસ્ટ મેળવી શકે છે.
તો બીજી બાજુ તમને એવા પણ ઉમેદવાર મળશે કે જે પોતાના માતા પિતાના સપના પણ કરી શકે. આજે આપણે આ લેખમાં એવા જ સફળ ઉમેદવાર ની સ્ટોરી જાણીશું. IAS મુદ્રા ગૈરોલાના પિતા જીલ સર્વિસ પરીક્ષા પાસ કરી શક્યા નહોતા તેમનું સપનું પૂરું કરવા તેમની પુત્રીએ યુપીએસસીની પરીક્ષા આપી તેમાં સફળતા મેળવી પહેલા આઇપીએસ અને પછી આઈએએસ ઓફિસર બની.
IAS મુદ્રા ગૈરોલા નો જન્મ ચમોલી જિલ્લાના કર્ણપ્રયાગ, ઉતરાખંડમાં થયો હતો. IAS મુદ્રા ગૈરોલાનું ફેમેલી અત્યારે દિલ્હીમાં રહે છે. IAS મુદ્રા ગૈરોલા નાનપણથી જ ખૂબ જ હોશિયાર હતી. તેમણે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 96% અને ધોરણ 12 માં 97% સાથે પાસ થયા હતા. ભારતના પ્રથમ મહિલા આઇપીએસ અધિકારી કિરણ બેદી દ્વારા શાળામાં તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
IAS મુદ્રા ગૈરોલાએ ધોરણ 12 પાસ કર્યા પછી તેમણે મુંબઈની મેડિકલ કોલેજ માં બેસલર ઓફ ડેન્ટલ સર્જરી એટલે કે બીડીએસ કોર્સમાં એડમિશન લીધું હતું. તેમણે bds મા ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગ્રેજ્યુએટ થયા પછી તે આવી ગયા અને MDS મા એડમિશન લીધું પરંતુ તેમના પિતાની એવી ઈચ્છા હતી કે તે IAS ઓફિસર બને.
ઉપર જણાવ્યા પ્રમાણે IAS મુદ્રા ગૈરોલા ના પિતા નું સપનું IAS અધિકારી બનવાનું હતું, તેમને પરીક્ષા પણ આપી પરંતુ તેમાં સફળતા મળી નહીં. તેથી તેમના પિતાનું સપનું પૂરું કરવા માટે માસ્ટર ડિગ્રી નો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો અને UPSC પરીક્ષાની તૈયારી કરવાનું ચાલુ કર્યું. તેમણે 2018માં પ્રથમ વખત UPSC હું પરીક્ષા આપી હતી આ પરીક્ષામાં તે ઇન્ટરવ્યૂ રાઉન્ડમાં પહોંચી પરંતુ સિલેક્શન થઈ શક્યું નહીં.
તેમણે ફરીથી વર્ષ 2019 માં UPSC પરીક્ષા આપી તેમાં પણ ઇન્ટરવ્યૂ રાઉન્ડ પછી સિલેક્શન થયું નહીં. વર્ષ 2020 માં તે Mians પરીક્ષા આપી શક્યા નહીં. પણ વર્ષ 2020 માં તેમણે ફરીથી UPSC પરીક્ષા આપી અને આ વખતે તો ૧૬૫ રેન્ક સાથે પરીક્ષા પાસ કરી IPS ઓફિસર બન્યા. પછી IAS બનવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે ફરીથી 2022માં યુપીએસસીની પરીક્ષા અને આ વખતે પણ તે પણ 53માં રેન્ક સાથે upsc પરીક્ષા પાસ કરી IAS અધિકારી બન્યા.