
JEE Advanced Result 2024: IIT મદ્રાસે JEE એડવાન્સના પરિણામની સાથે Final Answer Key પણ જાહેર કરી છે.
JEE Advanced Result 2024: IIT મદ્રાસે JEE એડવાન્સના પરિણામની સાથે ફાઈનલ આન્સર કી પણ જાહેર કરી છે. પેપર 1 અને પેપર 2 માં કુલ 1,80,200 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 48,248 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
આ વખતે ઈન્દોરના વેદ લાહોટીએ JEE એડવાન્સમાં 360માંથી 355 માર્ક્સ મેળવીને ટોપ કર્યું છે. વેદના પિતા યોગેશ લાહોટી રિલાયન્સ જિયોમાં કન્સ્ટ્રક્શન મેનેજર છે અને માતા જયા લાહોટી ગૃહિણી છે. વેદે 10મા ધોરણમાં 98.6% અને 12મા ધોરણમાં 97.6% માર્ક્સ મેળવ્યા હતા. વેદને ચેસ અને ક્રિકેટનો શોખ છે.
બોમ્બે ઝોનની દ્વિજા ધર્મેશ કુમાર પટેલ 332/360 અંક સાથે ટોપ રેન્કવાળી મહિલા ઉમેદવાર છે.
IIT દિલ્હી ઝોનમાંથી અરિત્રા મલ્હોત્રા, IIT ગુવાહાટી ઝોનમાંથી અર્ચિતા બંકા, IIT કાનપુર ઝોનમાંથી શ્રેષ્ઠા ગુપ્તા, IIT ભુવનેશ્વર ઝોનમાંથી તમન્ના કુમારી અને IIT મદ્રાસ ઝોનમાંથી શ્રીનિથ્યા દેવરાજ ટોચ પર છે.
JEE એડવાન્સના પરિણામો સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર ઉપલબ્ધ છે. પરિણામ ચકાસવા માટે:
JEE (Advanced) 2024 Final Answer Key PDF | Paper 1 Final Key , Paper 2 Final Key |
JEE (Advanced) 2024 Results |