2023માં લેવાયેલી ટેટ (TET) પરીક્ષાના પરિણામના આધારે ભરતી કરવામાં આવશે, અને સાથે જ 2023 પહેલા લેવાયેલી ટેટની પરીક્ષાનું પરિણામ પણ આ ભરતી માટે માન્ય રહેશે.
ટેટ 1 અને 2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. 2023માં લેવાયેલી ટેટની પરીક્ષાના પરિણામના આધારે ભરતી કરવામાં આવશે, અને 2023 પહેલાં લેવાયેલી ટેટની પરીક્ષાનું પરિણામ પણ આ પ્રક્રિયામાં માન્ય ગણાશે.
2023 પહેલાંની ટેટની પરીક્ષાનું પરિણામ પણ માન્ય રહેશે
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, આ ચાલુ વર્ષની ભરતી માટે જ 2023 પહેલાંની ટેટની પરીક્ષાનું પરિણામ માન્ય ગણાશે. રાજ્ય સરકારે ટેટની પરીક્ષાનું પરિણામ પાંચ વર્ષ માટે માન્ય રાખવા અને નેશનલ એજ્યુકેશન પોલિસી લાગુ થાય ત્યાં સુધી તેની અવધિ વધારવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયના આધારે, 2023 અને તે પહેલાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ ચાલુ ભરતીમાં પણ માન્ય રહેશે.
વર્ષ 2024માં 7,500 શિક્ષકોની કાયમી ભરતી થશે
રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી થવાની છે. આ ભરતી TAT-Secondary અને TAT-Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે અને કસોટી મુજબ કરવામાં આવશે.