સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે કલાસ 1 અને 2ના અધિકારીઓ, જેઓ સીધી ભરતી અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા પસંદ કરવામાં આવ્યા છે, તેમને એસપીઆઈપીએ (SPIPA) ખાતે તાલીમ લેવી પડશે. આ તાલીમમાં અધિકારીઓને બે અઠવાડિયા માટે તાલીમ આપવામાં આવશે, જેમાંથી દરેક અઠવાડિયામાં ઓછામાં ઓછી 3 થી 5 દિવસના resident trainingમાં ભાગ લેવાનો રહેશે.
ક્લાસ 3 અને 4ના કર્મચારીઓ માટે પણ દર વર્ષે તાલીમ વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તાલીમ માટે હાજર રહેતા અધિકારીઓ અને કર્મચારીઓના સેવાપોથીમાં તાલીમનો રેકોર્ડ કરવામાં આવશે અને પ્રમોશનના સમયે 2 ગુણોનું મૂલ્ય આપવામાં આવશે.
આ નિર્ણયથી રાજ્યના અધિકારીઓ અને કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવામાં મદદ મળશે.