ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB), ગાંધીનગર દ્વારા ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC) વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ સહિતના વિદ્યાર્થીઓની ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાનારી મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.
આ પરીક્ષાઓ 27 ફેબ્રુઆરી 2025 થી 13 માર્ચ 2025 સુધી ચાલશે. બોર્ડ દ્વારા તમામ વિષયોની પરીક્ષા માટેનું સમયપત્રક તેની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવ્યું છે.
ધોરણ-10 અને ધોરણ-12ના વિજ્ઞાન, સામાન્ય, સંસ્કૃત અને વ્યવસાયલક્ષી પ્રવાહના વિદ્યાર્થીઓ હવે તેમના વિષયવાર પરીક્ષાના આયોજન માટે વેબસાઇટ પરથી સમયપત્રક ડાઉનલોડ કરી શકે છે.