વિધાનસભા ગૃહમાં કિરીટ પટેલના પ્રશ્ન પર, રાજ્ય સરકારે આ મુદ્દે જવાબ આપ્યો અને સ્પષ્ટતા કરી કે હાલના મીટર અને સ્માર્ટ મીટરની કાર્યપ્રણાળી સમાન છે. પરંતુ, સ્માર્ટ મીટર એ ગ્રાહકોને વિજ વપરાશની માહિતી મોબાઇલ પર સરળતાથી ઉપલબ્ધ કરાવશે.
સ્માર્ટ મીટર કઈ રીતે કાર્ય કરે છે?
હાલના મેન્યુઅલ મીટરના પરિમાણો પર આધાર રાખવાને બદલે, સ્માર્ટ મીટર આપોઆપ વીજ વપરાશનો ડેટા એકત્રિત કરે છે અને તેને વીજ વિતરણ કંપનીને ટ્રાન્સમિટ કરે છે. સાથે જ, સ્માર્ટ મીટરની એપ્લિકેશન દ્વારા વિજ ગ્રાહકને તેમના વીજ વપરાશ વિશેની માહિતી રીયલ-ટાઇમમાં મળશે.
સ્માર્ટ મીટરમાં એડવાન્સ મીટરીંગ સિસ્ટમ છે, જે ગ્રાહક અને વિતરણ કંપની વચ્ચે કોમ્યુનિકેશન સુવિધા પૂરી પાડે છે. આથી, વીજ કંપની આલ્ધી વિસ્તારની વીજ માંગને સમજવામાં સક્ષમ બનશે અને વિજ પુરવઠાનું આયોજન સરળતાથી કરી શકશે.
સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન પ્રક્રિયા
- કન્ઝયુમર ઇન્ડેક્ષિંગ: DGVCLના પ્રતિનિધિ મીટરની વિગત, ગ્રાહકની માહિતી, અક્ષાંશ-રેખાંશ, મીટર બોક્સ, અને કેબલની વિગત એપ્લિકેશનમાં નોંધણી કરશે.
- મીટર ઇન્સ્ટોલેશન: ડીજીવીએલના કર્મચારી ગ્રાહકના અત્યારના મીટરના સ્થાને સ્માર્ટ મીટર લગાવશે. જૂના અને નવા મીટરની માહિતી મોબાઈલ એપ્લિકેશનમાં નોંધણી કરી, મીટર સીલ કરવામાં આવશે. ત્યાર બાદ, મીટર બદલવાના પ્રોફોર્માની નકલ ગ્રાહકને આપવામાં આવશે.
સ્માર્ટ મીટરથી વીજ ગ્રાહકને શું ફાયદો?
- રીઅલ-ટાઇમ મોનિટરિંગ: ગ્રાહક પોતાના વીજ વપરાશને રીઅલ-ટાઇમમાં મોનિટર કરી શકે છે.
- આર્થિક બજેટ અનુરૂપ વપરાશ: ગ્રાહક પોતાના આર્થિક બજેટ પ્રમાણે વીજ વપરાશનું આયોજન કરી શકે છે અને બચત કરી શકે છે.
- અચાનક વધતા વપરાશ પર નિયંત્રણ: મીટર પરથી વિજ ઉપકરણની ખામી થકી થતા વધેલા વીજ વપરાશની જાણકારી સરળતાથી મળશે.
- પ્રિ-પેઈડ ગ્રાહકો માટે રિબેટ: સ્માર્ટ મીટર પ્રી-પેઈડ ગ્રાહકો માટે 2024-25 દરમિયાન 2% રિબેટ આપશે.