gseb hall ticket download
ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પ્રાયોગિક પરીક્ષા માટે હોલ ટિકિટ હવે ડાઉનલોડ માટે ઓનલાઈન અવેલેબલ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27 જાન્યુઆરીથી વેબસાઈટ પર હોલ ટિકિટ ડાઉનલોડ (Hall ticket download) કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આવનારી 6 ફેબ્રુઆરીથી પ્રાયોગિક પરીક્ષા (Practical exam) ઓ શરૂ થવાની છે.
1.15 લાખ રીપીટર વિદ્યાર્થીઓ માટે તક
આ વર્ષ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાંથી 1.15 લાખ રીપીટર વિદ્યાર્થીઓ પણ સામેલ છે. કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે રજીસ્ટર થયા છે.
27 ફેબ્રુઆરીથી ફાઈનલ પરીક્ષાઓની શરૂઆત
ગુજરાત બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025માં ધોરણ 10 અને 12ની ફાઈનલ પરીક્ષા યોજાશે. ધોરણ 12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ની પરીક્ષા 27 ફેબ્રુઆરી, 2025થી શરૂ થવાની છે.
વિદ્યાર્થીઓ માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરવી ખૂબ જ સરળ છે અને વેબસાઈટ પર દર્શાવેલા સ્ટેપ્સ ફોલો કરી પણ આસાનેથી ડાઉનલોડ કરી શકો છો.