રાજ્યના મધ્યાહન ભોજન સુપરવાઈઝરોના માસિક વેતનમાં મહત્વપૂર્ણ વધારો કરવામાં આવ્યો છે. આ વધારાનો સત્તાવાર પરિપત્ર આજે શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. નવા પરિપત્ર અનુસાર, મધ્યાહન ભોજન સુપરવાઈઝરોના વેતનમાં ₹10,000નો વધારો કરીને, હવે તે ₹25,000 પ્રતિ માસ કરવામાં આવ્યું છે. અગાઉ, સુપરવાઈઝરોને ₹15,000નું વેતન મળતું હતું.
આ સુધારો કરાર આધારિત મધ્યાહન ભોજન સુપરવાઈઝરોને લાભ આપશે, જે તાલુકા કક્ષાએ 11 મહિના સુધી ફરજ બજાવે છે. આ વધારાનો અમલ 8 ઓક્ટોબર, 2024થી લાગુ કરવામાં આવશે, જેના કારણે સુપરવાઈઝરોને તરત જ લાભ મળશે।
સરકારના આ નિર્ણયથી રાજ્યભરના મધ્યાહન ભોજન સુપરવાઈઝરોમાં ખુશીનો માહોલ છે. આ વધારાથી તેમને દિવાળીના તહેવાર પર વધુ આર્થિક સહાય મળશે, જેનાથી તેમની દિવાળી વધુ ઉજ્જવળ બની છે.