India Vs Pakistan: પાકિસ્તાન સામે ભારતનો ટોપ ઓર્ડર ફ્લોપ રહ્યો હતો. પહેલા કેપ્ટન રોહિત શર્માની વિકેટ પડી અને ત્યારબાદ રોહિત, શ્રેયસ અય્યર અને શુભમને પણ પેવેલિયન પરત ફરવામાં મોડું ન કર્યું.
ન તો વિરાટ કે રોહિત શર્મા. ન તો શ્રેયસ અય્યર કે ન તો શુભમન ગિલ. પલ્લેકેલે મેદાન પર પાકિસ્તાની ફાસ્ટ બોલરોએ ભારતીય ટોપ ઓર્ડરનો નાશ કર્યો હતો. ભારતીય ચાહકોને આશા હતી કે તેમનો સુપરસ્ટાર બેટ્સમેન પાકિસ્તાની બોલરોનો જોરદાર મુકાબલો કરશે પરંતુ તેમ થયું નહીં. ભારતના ટોચના 4 બેટ્સમેન માત્ર 85 બોલમાં જ પેવેલિયનનો રસ્તો શોધતા જોવા મળ્યા હતા. રોહિત શર્મા માત્ર 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. વિરાટ કોહલીએ માત્ર 4 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે માત્ર 14 રન અને શુભમન ગીલે માત્ર 10 રનનું યોગદાન આપ્યું હતું.
પલ્લેકેલે પિચ પર પાકિસ્તાની બોલરોએ અદ્દભૂત બોલિંગ કરી હતી. ખાસ કરીને શાહીન આફ્રિદીએ ભારતીય બેટ્સમેનોને વ્યસ્ત રાખ્યા હતા. હારીસ રઉફે પણ મિડલ ઓવરોમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. ચાલો હવે તમને જણાવીએ કે ભારતીય ખેલાડીઓએ કેવી રીતે પોતાની વિકેટો ફેંકી.