- 21,413 ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાનું પરિણામ જાહેર
- સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પરથી પરિણામ ચેક કરી શકો છો
India Post GDS Result 2025 જાહેર
ઇન્ડિયા પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) માટે 21,413 જગ્યાઓની ભરતીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો આ પરિણામ સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પર ચેક કરી શકે છે.
આ ભરતી પ્રક્રિયા દેશના વિવિધ રાજ્યોમાં યોજાઈ છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા, રાજસ્થાન, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને અન્ય અનેક રાજ્યોનો સમાવેશ થાય છે.
પસંદગી પ્રક્રિયા અને જરૂરી લાયકાતો
- મેરિટ લિસ્ટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
- ધોરણ 10 પાસ તથા સ્થાનિક ભાષા જાણતા ઉમેદવારોને આ ભરતી માટે યોગ્ય ગણવામાં આવ્યા છે.
- પસંદ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં ભાગ લેવા માટે કોલ લેટર મોકલવામાં આવશે.
ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જરૂરી દસ્તાવેજો
- ધોરણ 10ની માર્કશીટ
- જન્મનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ અથવા અન્ય ઓળખપત્ર
- જાતિનું પ્રમાણપત્ર (લાગુ પડે તો)
- પીડબ્લ્યુડી પ્રમાણપત્ર (લાગુ પડે તો)
GDS પરિણામ 2025 કેવી રીતે ચેક કરવું?
- સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પર જાઓ.
- "Shortlisted Candidates" વિભાગ પસંદ કરો.
- તમારા રાજ્ય (Circle)ની યાદી પસંદ કરો અને પીડીએફ ડાઉનલોડ કરો.
- પસંદ થયેલા ઉમેદવારોના નામ અને કટઓફ માર્ક્સ પીડીએફમાં ચકાસી શકાય.
પગાર અને અન્ય લાભો
- પોસ્ટમાસ્ટર (BPM): ₹12,000 થી ₹29,380
- અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) અને ડાક સેવક: ₹10,000 થી ₹24,470
મહત્વપૂર્ણ તારીખો
- આરંભ તારીખ: 10 ફેબ્રુઆરી 2025
- છેલ્લી તારીખ: 3 માર્ચ 2025
- ફોર્મ સુધારા માટે: 6 માર્ચથી 8 માર્ચ 2025
Gujarat GDS DV List 2025 PDF
વધુ વિગતો માટે ઉમેદવારો indiapostgdsonline.gov.in પર જઇ શકે છે.
Gujarat GDS DV List 2025 PDF
India Post GDS Result 2025
GDS પરિણામ 2025
GDS
India Post GDS Result 2025 Declared
indiapostgdsonline.gov.in
gds result 2025