ભારતની ફાઈનલમાં શાનદાર જીત
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 252 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે શાનદાર પ્રદર્શન સાથે 4 વિકેટે આ લક્ષ્ય હાંસલ કરી વિજય પ્રાપ્ત કર્યો. રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમે 12 વર્ષ બાદ આ ટ્રોફી પર કબ્જો જમાવ્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ત્રીજી જીત
ભારત સતત ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચ્યું હતું. 2013માં ભારતે ઈંગ્લેન્ડને હરાવી ટાઇટલ જીતું હતું, જ્યારે 2017ની ફાઈનલમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે 2025માં ન્યૂઝીલેન્ડને પરાજય આપી ભારતે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે.
ભારત 2002માં શ્રીલંકા સાથે સંયુક્ત ચેમ્પિયન બન્યું હતું. 2013માં એમએસ ધોનીની આગેવાનીમાં ભારતે જીત મેળવી હતી. અને હવે રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ટીમ ઈન્ડિયાએ ત્રીજીવાર ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે.
ભારતનું શાનદાર બેટિંગ પરફોર્મન્સ
252 રનના લક્ષ્યનો પીછો કરતા, રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી, ભારતને મજબૂત પોઝિશનમાં લાવી દીધું.
- શુભમન ગિલ: 31 રન (50 બોલ)
- વિરાટ કોહલી: 1 (LBW, 2 બોલ)
- રોહિત શર્મા: 76 રન (83 બોલ)
- શ્રેયસ અય્યર: 48 રન
- અક્ષર પટેલ: 29 રન
- હાર્દિક પંડ્યા: 18 રન
- કે.એલ. રાહુલ: 34 રન (નોટઆઉટ)
- જાડેજા: 9 રન (નોટઆઉટ)
ન્યૂઝીલેન્ડ તરફથી મિચેલ સેન્ટનર અને બ્રેસવેલે 2-2 વિકેટ ઝડપી હતી.
ન્યૂઝીલેન્ડનું દમદાર પર્ફોર્મન્સ પણ વ્યર્થ
પહેલા ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમે 7 વિકેટ પર 251 રન બનાવ્યા હતા.
- ડેરિલ મિચેલ: 63 રન (101 બોલ)
- માઈકલ બ્રેસવેલ: 53 રન (40 બોલ)
- ગ્લેન ફિલિપ્સ: 34 રન
- રચિન રવિન્દ્ર: 37 રન
ભારત માટે કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી એ શાનદાર બોલિંગ કરી.
- કુલદીપ યાદવ: 2 વિકેટ
- વરુણ ચક્રવર્તી: 2 વિકેટ
- મોહમ્મદ શમી: 1 વિકેટ
- રવિન્દ્ર જાડેજા: 1 વિકેટ
સ્પિનરોએ મેચનો નકશો બદલી નાખ્યો
ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય સ્પિનર સામે લડી શકી નહીં. કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીએ મહત્વની વિકેટ ઝડપી અને ન્યૂઝીલેન્ડને 75 રન પર 3 વિકેટ ગુમાવતાં દબાણમાં મૂકી દીધું. ત્યારબાદ ગ્લેન ફિલિપ્સ અને બ્રેસવેલે સંભાળવાનો પ્રયાસ કર્યો, પણ ભારતીય બોલર્સે અંતિમ ઓવરમાં ન્યૂઝીલેન્ડને મોટા સ્કોર સુધી પહોંચવા દીધા નહી.
વિજય સાથે ભારતે રચ્યો ઈતિહાસ
ભારત માટે આ જીત એટલા માટે ખાસ છે કારણ કે તે સતત ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પ્રવેશ્યું અને હવે તેનુ ત્રીજીવાર ચેમ્પિયન બનવાનું સપનું સાકાર થયું. આ જીત સાથે, રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે પોતાનું મજબૂત દમદાર પ્રદર્શન સાબિત કર્યું છે.
IND vs NZ Champions Trophy 2025