પેરિસ પેરાલિમ્પિકમાં ભારતને પાંચમો મેડલ: રૂબીના ફ્રાન્સિસે શૂટિંગમાં કાંસ્ય મેડલ જીત્યો

પેરિસ પેરાલિમ્પિક 2024માં ભારતે પાંચમો મેડલ જીત્યો છે. રૂબીના ફ્રાન્સિસે 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં કાંસ્ય મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે.

Author image Aakriti

પેરિસ પેરાલિમ્પિક 2024માં ભારતે વધુ એક મેડલ જીત્યો છે. શૂટિંગમાં ભારતની રૂબીના ફ્રાન્સિસે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ (એસએચ1) ઇવેન્ટમાં કાંસ્ય મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ મેડલ સાથે, પેરિસ પેરાલિમ્પિકમાં ભારતે કુલ પાંચ મેડલ જીત્યા છે.

આ ઇવેન્ટમાં ઇરાનની સારેહ જાવનમર્દીએ ગોલ્ડ મેડલ અને તુર્કીની આયસેલ ઓઝગાને રજત મેડલ મેળવ્યો છે.

ભારત માટે આ પેરાલિમ્પિકમાં શૂટિંગમાં મળેલો આ ચોથો મેડલ છે. અગાઉ અવની લેખરા અને મોના અગ્રવાલે 10 મીટર રાઇફલ ઇવેન્ટમાં મેડલ જીત્યા હતા, જેમાં અવનીએ ગોલ્ડ અને મોનાએ કાંસ્ય મેડલ જીત્યો હતો. પુરુષોની પિસ્તોલ શૂટિંગમાં મનીષ નરવાલે સિલ્વર મેડલ મેળવ્યો હતો. શૂટિંગ સિવાય, પ્રીતિ પાલે એથ્લેટિક્સમાં 100 મીટર રેસમાં કાંસ્ય મેડલ જીત્યો હતો.

રૂપિના ફ્રાન્સિસે ક્વાલિફિકેશન રાઉન્ડમાં સાતમા સ્થાને રહીને ફાઇનલ માટે ક્વાલિફાય કર્યું હતું. ક્વાલિફિકેશનમાં તે ટોચના આઠમાંથી પાછળ રહી હતી, પણ અંતમાં તેણે ધમાકેદાર પ્રદર્શન કરીને કાંસ્ય મેડલ હાંસલ કર્યો. 211.1ના સ્કોર સાથે રૂબીનાએ આ મેડલ જીત્યો છે, જે પેરાલિમ્પિકના ઈતિહાસમાં ભારતીય પિસ્તોલ શૂટિંગ માટેનો પ્રથમ મેડલ છે.


અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર