Jio, Airtel અને Vi દ્વારા નવા સસ્તા રિચાર્જ પ્લાન્સ લોન્ચ - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

Jio, Airtel અને Vi દ્વારા નવા સસ્તા રિચાર્જ પ્લાન્સ લોન્ચ

Jio Airtel Vi Plans: ભારતીય ટેલિકોમ સેવાઓ વધુ સસ્તી આપવાના ઉદેશ્ય સાથે ભારતની ત્રણ મોટી ટેલિકોમ કંપની Jio, Airtel અને Vi એ નવા રિચાર્જ પ્લાન્સ લોન્ચ કર્યા છે.

Jio Airtel Vi Plans
Author image Aakriti

ભારતીય ટેલિકોમ સેવાઓ વધુ સસ્તી આપવાના ઉદેશ્ય સાથે ભારતની ત્રણ મોટી ટેલિકોમ કંપની Jio, Airtel અને Vi એ નવા રિચાર્જ પ્લાન્સ લોન્ચ કર્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના નવા નિયમો અનુસાર આ પ્લાન ખાસ કરીને લાંબી વેલીડીટી અને અનલિમિટેડ કોલિંગ ના પ્લાન્ટની રાહ જોઈ રહેલ યુઝર્સ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

Jio ના નવા રિચાર્જ પ્લાન

Jio એ તેના ગ્રાહકો માટે બે નવા 'voice only plans Jio' લોન્ચ કર્યા છે:

  • ₹448 પ્લાન: 84 દિવસોની વેલીડીટી સાથે અનલિમિટેડ કોલિંગ અને 1000 SMS ની સુવિધા આપે છે.
  • ₹1748 પ્લાન: 336 દિવસોની લાંબી વેલીડીટી સાથે અનલિમિટેડ કોલિંગ અને 3600 SMS ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ગ્રાહકોને Jio TV, Jio Cinema અને Jio Cloud જેવી સેવા મફતમાં મળશે.

Airtel ના નવા રિચાર્જ પ્લાન

Airtel એ પણ નવા નિયમોને અનુસરીને બે નવા સસ્તા પ્લાન લોન્ચ કર્યા છે:

  • 469 પ્લાન: 84 દિવસોની વેલીડીટી, અનલિમિટેડ કોલિંગ અને 900 SMS ની સુવિધા ઉપલબ્ધ.
  • ₹1849 પ્લાન: 365 દિવસોની લાંબી વેલીડીટી સાથે અનલિમિટેડ કોલિંગ અને 3600 SMS નો લાભ આપે છે.

Vi ના નવા રિચાર્જ પ્લાન

Vodafone Idea (Vi) એ પણ પોતાના ગ્રાહકો માટે બે નવા કિફાયતી રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે:

  • ₹470 પ્લાન: 84 દિવસોની વૈધતા, અનલિમિટેડ કોલિંગ અને 900 SMS સાથે ઉપલબ્ધ.
  • ₹1849 પ્લાન: 365 દિવસોની વૈધતા સાથે અનલિમિટેડ કોલિંગ અને 3600 SMS મળે છે.

આ બધા જ નવા પ્લાન ખાસ કરીને એવા યુઝર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેમને વધુ ડેટાની જરૂર ન હોય પણ લાંબા ગાળાની માન્યતા અને અનલિમિટેડ કોલિંગ કિફાયતી દરે જોઈએ. નવા રિચાર્જ પ્લાન્સ સાથે ગ્રાહકોને વધુ લાભ મળશે અને ટેલિકોમ સેવાઓ વધુ વ્યાપક બનશે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News