Jio એ લોન્ચ કર્યો નવો રિચાર્જ પ્લાન! 101 રૂપિયામાં મળશે 'Unlimited 5G data', જાણો વિગત

Jio 101 Plan Details In Gujarati: રિલાયન્સ જુએ પોતાના યુઝર્સને આકર્ષવા માટે એક સસ્તો 101 રૂપિયા વાળો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે.

Author image Gujjutak

Jio 101 Plan Details In Gujarati: રિલાયન્સ જુએ પોતાના યુઝર્સને આકર્ષવા માટે એક સસ્તો 101 રૂપિયા વાળો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ 5g ડેટા આપવામાં આવે છે. આ રીચાર્જ પ્લાન 'True Unlimited Upgrades' તરીકે ઓળખાય છે. જો તમે આ પ્લાનનો લાભ લેવા માંગતા હો, તો તમારે પહેલેથી જ એક બેસ એક્ટિવ પ્લાનને સબસ્ક્રાઇબ કરેલો હોવો જોઈએ.

Jio 101 રૂપિયા વાળા પ્લાનમાં શું આપે છે?

જિયોના 101 રૂપિયાના નવા પ્લાનમાં 6GB એડિશનલ ડેટા મળે છે. આ પ્લાન ખરીદવા માટે તમારે 101 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડે છે, અમે તમને જણાવી દઈએ કે આ એક એડ-ઓન પ્લાન્ટ છે. આ પ્લાન ત્યારે જ કામ કરશે જ્યારે તમારી પાસે કોઈ અન્ય એક્ટિવ પ્લાન હોય. જો તમારી પાસે પહેલેથી જ કોઈ જિયો પ્લાન એક્ટિવ છે, તો જ તમે આ 101 રૂપિયાના પ્લાનનો લાભ લઈ શકશો અને અનલિમિટેડ 5જી ડેટાનો લાભ મેળવી શકશો.

જુલાઈમાં રિચાર્જ પ્લાનની કિંમતમાં થયો હતો વધારો

જિયોએ જુલાઈ મહિનામાં પોતાના ઘણા રિચાર્જ પ્લાનની કિંમતોમાં 15%નો વધારો કર્યો હતો, જેનાથી કેટલાક યુઝર્સને મોંઘાઈનો સામનો કરવો પડ્યો હતો અને કેટલાક યુઝર્સ BSNL તરફ શિફ્ટ થઈ ગયા હતા. જોકે, જિયોના આ નવા અને કિફાયતી પ્લાનને લઈને યુઝર્સમાં નવી આશા જાગી છે, કારણ કે અનલિમિટેડ 5જી ડેટાની સાથે સસ્તા પ્લાન ઘણી માંગ ધરાવે છે.

Jio True 5G અને સ્માર્ટફોનનો ફાયદો

આ પ્લાનનો પૂરતો લાભ તે યુઝર્સને મળે છે, જે Jio True 5G નેટવર્કથી જોડાયેલા છે. 5જી નેટવર્ક દ્વારા વપરાશકર્તાઓને ઝડપી ઈન્ટરનેટ અને વધુ ડેટા ક્ષમતા મળે છે. ઉપરાંત, Jio પોતાની નવી સ્માર્ટફોન સિરીઝ પર પણ ધ્યાન આપી રહ્યું છે, જેમાં યુઝર્સને ઘણી બધી નવી સુવિધાઓ મળશે. જો તમે સસ્તામાં ઝડપી ઈન્ટરનેટ શોધી રહ્યા છો, તો આ 101 રૂપિયાનો પ્લાન તમારા માટે યોગ્ય પસંદગી બની શકે છે.

રિલાયન્સ જિયોએ 101 રૂપિયાનો નવો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં અનલિમિટેડ 5જી ડેટા મળે છે. પરંતુ આ પ્લાનનો લાભ મેળવવા માટે તમારી પાસે પહેલેથી જ એક જિયોનો એક્ટિવ પ્લાન હોવો જોઈએ. આ પ્લાન સાથે યુઝર્સને 6GB એડિશનલ ડેટા પણ મળે છે, અને તે ખાસ કરીને Jio True 5G નેટવર્ક પર ફાયદાકારક છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર