
Airtel announces mobile tariff hike: Jio ના ગ્રાહકોને ઝટકો લાગ્યા બાદ હવે Airtel એ પણ તેના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે.
Airtel announces mobile tariff hike: Jio ના ગ્રાહકોને ઝટકો લાગ્યા બાદ હવે Airtel એ પણ તેના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. Airtel એ તેના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. નવા વધેલા મોબાઈલ ટેરિફ 3 જુલાઈ, 2024થી અમલમાં આવશે.
Airtelએ પ્રેસ રિલીઝ દ્વારા જાહેરાત કરી છે કે તેના સૌથી સસ્તા પ્લાનની કિંમત હવે 179 રૂપિયાથી વધીને 199 રૂપિયા થઈ ગઈ છે. 1799 રૂપિયાનો પ્લાન હવે 1999 રૂપિયા થઈ ગયો છે, જે 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. દૈનિક ડેટાવાળા પ્લાનની કિંમતોમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
Airtelએ ડેટા વાઉચરની કિંમતોમાં પણ વધારો કર્યો છે. 19 રૂપિયાના પ્લાનની કિંમત હવે 22 રૂપિયા થઈ ગઈ છે, જેમાં 1GB ડેટા એક દિવસ માટે મળશે.
Airtelના આ વધેલા પ્લાનની કિંમતો 3 જુલાઈ, 2024થી લાગુ પડશે, જે ગ્રાહકો માટે વધુ ખર્ચાળ સાબિત થશે.