Jio vs Airtel vs VI Free OTT Subscription: મોબાઇલ પ્લાન્સમાં હવે ફક્ત કૉલિંગ અને ડેટા જ નહી, પણ OTT પ્લેટફોર્મ પર મફત સબ્સ્ક્રિપ્શન પણ મોટી અસર ધરાવે છે. Airtel, Jio અને Vi તમામ ટેલિકોમ કંપનીઓએ આવા પ્લાન્સ લોન્ચ કર્યા છે. જો તમે ઓછા ખર્ચમાં OTT સબ્સ્ક્રિપ્શન મેળવવા માંગો છો, તો આ પોસ્ટ તમારા માટે છે.
Airtelનો સૌથી સસ્તો OTT પ્લાન
Airtelના વપરાશકર્તાઓ માટે 149 રૂપિયાનો પ્લાન ઉપલબ્ધ છે. આ પ્લાનમાં કૉલિંગ અને SMSની સુવિધા નથી, પણ 1GB વધારાનો ડેટા સાથે Airtel Xstream Play Premiumનું 30 દિવસનું મફત સબ્સ્ક્રિપ્શન મળે છે. સાથે, SonyLiv, Lionsgate Play અને SunNxt જેવા ઘણા OTT પ્લેટફોર્મનો આનંદ લઇ શકો છો.
Jioનો સૌથી સસ્તો OTT પ્લાન
Jio વપરાશકર્તાઓ માટે 175 રૂપિયા નો પ્લાન છે, જેમાં કૉલિંગ અને SMSની સુવિધા નથી. આ પ્લાન સાથે 28 દિવસ માટે 10GB વધારાનો ડેટા અને 10 OTT એપ્સનું મફત સબ્સ્ક્રિપ્શન મળે છે. JioCinema પ્રીમિયમ, JioTV તેમજ SonyLiv, Lionsgate Play અને Discovery+ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો.
Vi નો સૌથી સસ્તો OTT પ્લાન
Vi (Vodafone-Idea) માટે 95 રૂપિયાનો પ્લાન છે. આ પ્લાનમાં 14 દિવસ માટે 4GB વધારાનો ડેટા મળે છે અને 28 દિવસ માટે SonyLivનું ફ્રી સબ્સ્ક્રિપ્શન મળે છે. જોકે, આ પ્લાનમાં પણ કૉલિંગ અને SMSની સુવિધા નથી.
આ ત્રણેય કંપનીઓના પ્લાન્સ સાથે તમે ઓછી કિંમતમાં મફત OTT કન્ટેન્ટનો આનંદ ઉઠાવી શકો છો, જો કે કૉલિંગ અને SMS માટે અલગ પ્લાનની જરૂર રહેશે.