Kangana Ranaut News: કંગના રનૌતને એરપોર્ટ પર CISFની મહિલા જવાને લાફો ઝીંક્યો

Kangana Ranaut Slapped By CISF Guard, ચંદીગઢ: બોલિવૂડ અભિનેત્રી અને BJP સાંસદ કંગના રનૌત પર ચંદીગઢ એરપોર્ટ પર CISF ગાર્ડે લાફો મારી દીધો હોવાનો આક્ષેપ થયો છે.

Author image Aakriti

Kangana Ranaut Slapped By CISF Guard, ચંદીગઢ: બોલિવૂડ અભિનેત્રી અને BJP સાંસદ કંગના રનૌત પર ચંદીગઢ એરપોર્ટ પર CISF ગાર્ડે લાફો મારી દીધો હોવાનો આક્ષેપ થયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કંગનાએ આ અંગે આરોપ લગાવ્યો છે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

કંગનાના રાજકીય સલાહકારનું કહેવું છે કે ચંદીગઢ એરપોર્ટની અંદર CISF મહિલા ગાર્ડે કંગનાને થપ્પડ મારી હતી. કંગનાએ CISF ગાર્ડને હટાવવા અને તેમના વિરુદ્ધ વહેલી તકે કાર્યવાહી કરવા માગણી કરી છે. કંગના રનૌતના અનુસારોનો દાવો છે કે આ ગાર્ડ ખેડૂતોના આંદોલન વિરુદ્ધ કંગનાના નિવેદનોને કારણે નારાજ હતા.

આપણ વાંચો : Kangana Ranaut: કંગનાને લાફો મારવાના મામલે મોટો ખુલાસો, સામે આવ્યો ઘટનાનો વીડિયો

મંડી લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌત આજે દિલ્લી જવા માટે ચંદીગઢ એરપોર્ટ પર પહોંચ્યા હતા. આ દરમિયાન થપ્પડ મારવાના સમાચાર મળ્યા છે. કંગનાએ સોશિયલ મીડિયા પર તેની તસવીર શેર કરીને સંસદમાં જઈ રહી હોવાની જાણકારી આપી હતી.

કટ્ટર ક્વીન તરીકે જાણીતી કંગના રનૌત હવે રાજકારણમાં પણ ક્વીન બની ગઈ છે. લોકસભા 2024ની ચૂંટણીમાં કંગનાએ ભાજપના ઉમેદવાર તરીકે મંડી બેઠક પરથી શાનદાર જીત હાંસલ કરી છે. કંગનાએ કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહને હરાવીને વિજય મેળવ્યો છે.


આ ઘટનાને લઈને CISF જવાનને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. કંગના રનૌતના આક્ષેપો અને માગણીને પગલે આ મુદ્દો ચર્ચામાં છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર