ધોનીના અંદાજમાં આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃત્તિ, રહી ચૂક્યા છે ટીમ ઈન્ડિયાના 'સુપર ફિનિશર' - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

ધોનીના અંદાજમાં આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃત્તિ, રહી ચૂક્યા છે ટીમ ઈન્ડિયાના 'સુપર ફિનિશર'

Kedar Jadhav Retirement: સ્ટાર ભારતીય ક્રિકેટર કેદાર જાધવે આજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

Author image Aakriti

Kedar Jadhav Retirement: સ્ટાર ભારતીય ક્રિકેટર કેદાર જાધવે આજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 39 વર્ષીય કેદારે 3 જૂન, સોમવારે બપોરે 3 વાગ્યે આ સમાચાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શેર કર્યા હતા. તેણે લખ્યું, "મારી કારકિર્દી દરમિયાન મળેલા પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર. 3 વાગ્યાથી મને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત ગણવામાં આવશે."

કેદાર જાધવની કારકિર્દી પર એક નજર

કેદાર જાધવે 2014માં શ્રીલંકા સામેની મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે ભારત માટે કુલ 73 વનડે મેચ રમતા 42.09ની એવરેજથી 1389 રન બનાવ્યા હતા. આ દરમિયાન, કેદારનો સ્ટ્રાઈક રેટ 101.60 રહ્યો હતો. તેમની વનડે કારકિર્દીમાં 2 સદી અને 6 અડધી સદીનો સમાવેશ થાય છે. બેટિંગ સિવાય, કેદારે બોલિંગમાં પણ અસર દર્શાવી હતી અને 27 વિકેટ ઝડપી હતી.

2015માં ઝિમ્બાબ્વે સામે T20 આંતરરાષ્ટ્રીય મેચથી તેમની T20 કારકિર્દી શરૂ થઈ. કુલ 9 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કેદારે 20.33ની એવરેજથી 122 રન બનાવ્યા.

ધોનીના અંદાજમાં નિવૃત્તિ

કેદાર જાધવે તેમના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, "3 વાગ્યાથી મને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત ગણવામાં આવશે." તેમણે તેમની ક્રિકેટ કારકિર્દીની કેટલીક યાદગાર તસવીરો પણ શેર કરી, જેના બેકગ્રાઉન્ડમાં 'જિંદગી કે સફર મેં...' ગીત વાગી રહ્યું હતું. કેદારની આ નિવૃત્તિએ લોકોની યાદમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીની સ્ટાઈલ યાદ અપાવી. ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આવી જ રીતે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી, "તમારા પ્રેમ અને સમર્થન માટે ખૂબ ખૂબ આભાર. મને 5:29 વાગ્યાથી નિવૃત્ત ગણવો."

આઈપીએલમાં કેદાર જાધવ

કેદારે આઈપીએલમાં 93 મેચ રમી છે, જેમાં તેમણે 22.15ની એવરેજથી 1196 રન બનાવ્યા છે. કેદારે આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સનરાઈઝર્સ હૈદરાબાદ, કોચી ટસ્કર્સ કેરળ અને દિલ્હી ડેરડેવિલ્સ માટે રમ્યા છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News