લેપટોપ સહાય યોજના 2025: ગુજરાત લેપટોપ સહાય યોજના 2025 અંતર્ગત વિદ્યાર્થીઓને મફત લેપટોપ મળશે! જાણો એલિજિબિલિટી ક્રાઈટેરિયા, ડોક્યુમેન્ટ અને અરજી કરવાની પ્રક્રિયા.
લેપટોપ સહાય યોજના 2025
ગુજરાત સરકાર શિક્ષણને વધુ આધુનિક અને સરળ બનાવવા માટે લેપટોપ જેવા સાધનો આવશ્યક બની ગયા છે ત્યારે ગુજરાત સરકારે આ વાત સમજીને વિદ્યાર્થીઓના હિતમાં એક મોટી પહેલ કરી છે જે અંતર્ગત ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ ને મફત લેપટોપ આપવામાં આવશે આ પહેલના કારણે વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ કોડિંગ અને નવી સ્કિલ શીખી શકશે.
ગુજરાત સરકારની મફત લેપટોપ સહાય યોજના 2025 એ એવા વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક છે જે આર્થિક રીતે નબળા હોય અને લેપટોપ ખરીદવા માટે સક્ષમ ન હોય. એક ગુજરાતી તરીકે, આપણે બધા જાણીએ છીએ કે આપણા બાળકોનું ભવિષ્ય કેટલું મહત્વનું છે. આ યોજના એક એવી તક છે, જે આપણા બાળકોને ડિજિટલ દુનિયામાં આગળ લઈ જશે. ચાલો, જાણીએ આ યોજના વિશે બધું અને અરજી કેવી રીતે કરવી.
લેપટોપ સહાય યોજના 2025 શું છે?
ગુજરાત લેપટોપ સહાય યોજના 2025 એ ગુજરાત સરકારની એક એવી યોજના છે જેનો હેતુ રાજ્યના લાખો વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ સાથે જોડવાનો છે આ યોજના હેઠળ ખાસ કરીને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપવામાં આવશે. તદ ઉપરાંત એવા વિદ્યાર્થીઓ જે ગુજરાત લેબર વેલ્ફેર બોર્ડ મારા રજીસ્ટર્ડ થયેલા હોય અને જેમનીઆવક ઓછી છે તે વિદ્યાર્થીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
લેપટોપ સહાય યોજનાનો લાભ કોને મળે?
- વિદ્યાર્થી ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીએ ધોરણ 8, 10 અથવા 12 મુ ધોરણ સરકાર માન્ય બોર્ડમાંથી પાસ કરેલું હોવું જોઈએ.
- કુટુંબની વાર્ષિક આવક 1 લાખ રૂપિયા કરતા ઓછી હોવી જોઈએ.
- વિદ્યાર્થીની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીએ સરકારી અથવા ગ્રાન્ટેડ શાળા/કોલેજમાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
મફત લેપટોપ યોજના માટે જરૂરી દસ્તાવેજો?
- વિદ્યાર્થીનું આધારકાર્ડ
- ધોરણ 8, ધોરણ 10 અથવા ધોરણ 12 ની માર્કશીટ
- આવકનો દાખલો
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી
- બેંક પાસબુક
- બોનોફાઇડ સર્ટિફિકેટ/લિવિંગ સર્ટિફિકેટ
મફત લેપટોપ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- જે વિદ્યાર્થી ગુજરાત સરકારની મફત લેપટોપ સહાય યોજના માં અરજી કરવા ઈચ્છે છે તે વિદ્યાર્થીઓએ સૌપ્રથમ ગુજરાત લેબર વેલ્ફેર બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ https://sanman.gujarat.gov.in પર જવાનું રહેશે.
- આ વેબસાઈટમાં તમે પહેલા રજીસ્ટર ન કર્યું હોય તો “Sign Up” પર ક્લિક કરી પોતાનું એકાઉન્ટ બનાવવાનું રહેશે જેમાં તમારું નામ આધાર નંબર મોબાઈલ નંબર અને અન્ય વિગતો દાખલ કરવાની રહેશે.
- રજીસ્ટર થઈ ગયા પછી તમારે લોગીન થવાનું રહેશે.
- હવે તમારી સામે ગુજરાત સરકારની ઘણી બધી યોજનાઓ નું લિસ્ટ ખુલશે જેમાં ‘Laptop Sahay Yojana’ પર ક્લિક કરવાનું છે.
- હવે અરજી ફોર્મ માં જણાવેલ વ્યક્તિગત માહિતી અને શૈક્ષણિક લાયકાત દાખલ કરો.
- ત્યાર પછી આધાર કાર્ડ, માર્કશીટ, આવકનો દાખલો જેવા જરૂરી ડોક્યુમેન્ટસ સોફ્ટ કોપીમાં અપલોડ કરવાના રહેશે.
- હવે તમે જે વિગતો ભરી છે તે એકવાર ફરીથી ચકાસી લો અને ત્યારબાદ “Submit” બટન પર ક્લિક કરો.
- . તમારી અરજી સબમિટ થઈ ગયા પછી એક નોલેજમેન્ટ સ્લીપ ડાઉનલોડ કરો.
લેપટોપ સહાય યોજના માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી?
- લેપટોપના યોજના માટે અરજી કરવા માટે સૌપ્રથમ તમારે અહીં આપેલ લિંક પરથી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે (મફત લેપટોપ યોજના form 2025 PDF) – https://glwb.gujarat.gov.in/images/glwb/pdf/Laptop-Sahay-Yojana.pdf
- હવે આ ફોર્મ પ્રિન્ટ કરી લો અને જરૂરી તમામ વિગતો ભરી દો
- ઉપર જણાવેલ જરૂરી દસ્તાવેજો ની નકલ જોડો.
- ભરેલા ફોર્મ અને ડોક્યુમેન્ટ ને નજીકના ગુજરાત લેબર વેલ્ફેર બોર્ડની ઓફિસ અથવા તમારી શાળા અથવા કોલેજમાં સબમીટ કરો.
મફત લેપટોપ સહાય યોજના ના લાભો
આ યોજના હેઠળ પાત્ર વિદ્યાર્થીઓને મફત લેપટોપ મળે છે જેનો ઉપયોગ ઓનલાઇન ક્લાસીસ, ઈ બુક્સ અને વિડીયો લેકચર્સ નો લાભ લેવા માટે કરી શકે છે. લેપટોપ મળવાથી કોડિંગ, ડિજિટલ માર્કેટિંગ અને ઓનલાઈન કોર્સિસ શીખીને પોતાનું કરિયર બનાવી શકે છે. અને ઓનલાઇન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સરળતાથી કરી શકે છે.
ગુજરાત લેપટોપ સહાય યોજના 2025 ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક સુનહેરો અવસર છે. આ યોજના ફક્ત લેપટોપ જ નહીં પરંતુ એક ઉજવળ ભવિષ્યનું સપનું પણ આપે છે. જો તમે અથવા તમારા પરિવારના પાત્ર વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે તો આજે જ અરજી કરો ગુજરાત સરકારની આ પહેલ આપણા યુવાનોને ડિજિટલ દુનિયામાં આગળ લઈ જશે!
આવી જ વિવિધ સરકારી યોજનાઓ ની માહિતી મેળવવા માટે આપણી GujjuTak Digital Media ની WhatsApp Channel ને ફોલો કરવાનું ભૂલતા નહીં.