Video: લાઈવ મેચમાં ખેલાડીના માથા પર પડી વીજળી, મેદાનમાં જ થયું મોત

પેરુમાં એક ફૂટબોલ મેચ દરમિયાન એક ખેલાડીનું કરુણ મોત થયું છે. આ ઘટના એટલી ભયાનક હતી કે જોનારના રોમાંચ ઉપજી જાય. યુવેંટુડ બેલાવિસ્ટા અને ફેમિલિયા કોકા વચ્ચે ચાલતી મેચ દરમિયાન આકસ્મિક રીતે એક ખેલાડીના માથા પર વીજળી પડી, જેના કારણે તેમનું મૃત્યુ થયું.

Author image Gujjutak

પેરુમાં એક ફૂટબોલ મેચ દરમિયાન એક ખેલાડીનું કરુણ મોત થયું છે. આ ઘટના એટલી ભયાનક હતી કે જોનારના રોમાંચ ઉપજી જાય. યુવેંટુડ બેલાવિસ્ટા અને ફેમિલિયા કોકા વચ્ચે ચાલતી મેચ દરમિયાન આકસ્મિક રીતે એક ખેલાડીના માથા પર વીજળી પડી, જેના કારણે તેમનું મૃત્યુ થયું.

મેદાનમાં રમતા ખેલાડીઓની જાન ગઈ હોય એવી ઘટનાઓ ઘણીવાર જોવા મળી છે. સામાન્ય રીતે ખેલાડીઓ ઇજાના કારણે જીવ ગુમાવે છે, પણ પેરુમાં ફૂટબોલ મેચ દરમિયાન વીજળીના કારણે એક ખેલાડીને જીવ ગુમાવવો પડ્યો. પેરુમાં યુવેંટુડ બેલાવિસ્ટા અને ફેમિલિયા કોકા વચ્ચે ફૂટબોલ મેચ ચાલી રહી હતી, અને એ દરમ્યાન ભારે વરસાદ પણ થઈ રહ્યો હતો. વરસાદ દરમિયાન રમનારા ખેલાડીઓએ રમત ચાલુ રાખી હતી, પણ અચાનક જ આકાશમાંથી વીજળી પડી અને કેટલાક ખેલાડીઓ તેની ઝપટમાં આવી ગયા. આ દુર્ઘટનામાં એક ખેલાડીની જીંદગી પણ ગુમાવી.

પેરુમાં લાઈવ મેચમાં ભયાનક ઘટના

મેચ દરમિયાન વરસાદ વધુ તેજ બનતાં રેફરીએ ખેલાડીઓને મેદાન છોડવા સૂચના આપી હતી. ખેલાડી મેદાન છોડતા હતા, ત્યારે 39 વર્ષના ખેલાડી જોસ હ્યૂગો ડી લા ક્રૂઝ મેસાના માથા પર વીજળી પડી, અને તેઓ મેદાનમાં જ મૃત્યુ પામ્યા. તેમની સાથેના કેટલાક અન્ય ખેલાડીઓ પણ વીજળીના ત્રાસમાં આવીને ગંભીર રીતે દાઝી ગયા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

હજુ એક ખેલાડીની જાન ખતરમાં

મેસાનું તો મૃત્યુ થયું છે, પરંતુ હજુ એક અન્ય ખેલાડીની જીંદગી પણ જોખમમાં છે. રિપોર્ટ્સ અનુસાર, ગોલકીપર જ્યોન ચોકા પણ આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયા છે અને હાલ તેઓ આઈસીયુમાં દાખલ છે. આ હ્રદયવિદારક ઘટનાને પગલે મેચને રદ કરી દેવામાં આવી હતી.

ભારત પણ સામનો કરી ચૂક્યું છે આવી દુર્ઘટનાનો

આ પહેલાં ભારતના ઝારખંડ રાજ્યના સિમડેગા જિલ્લામાં પણ આ પ્રકારની ઘટના બની હતી. આ વર્ષે જ આકસ્મિક રીતે વીજળી પડવાથી ત્રણ હોકી ખેલાડીઓએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે પાંચ અન્ય ખેલાડીઓને ગંભીર રીતે ઈજા પહોંચી હતી.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર