ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી વિભાગે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી આપી છે. હવે રાજ્યના કેટલાક મહત્વના પ્રવાસન સ્થળો, જ્યાં વિદેશી અને અન્ય રાજ્યોના લોકો આવતા હોય છે, ત્યાં પણ દારૂ પીવાની મંજૂરી અપાઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
ગિફ્ટ સિટીની પાછળ કયું શહેર?
મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાટનગર ગાંધીનગર પછી હવે સુરત (Dream City)માં પણ દારૂ પીવાની છૂટછાટ મળી શકે છે. સુરતની ડ્રીમ સિટીમાં ઘણા ટેક્સટાઈલ પાર્ક અને પ્રોજેક્ટ્સ કાર્યરત છે. સુરત ડાયમંડ બુર્સમાં વિદેશી બાયર્સ અને અન્ય રાજ્યોના મોટા ઉદ્યોગપતિઓની આવનજાવન રહે છે. આ માટે કેટલાક પદાધિકારીઓએ સરકારને ડાયમંડ બુર્સમાં દારૂની છૂટ આપવા વિનંતી કરી છે.
ડાયમંડ બુર્સ અને દારૂની મંજૂરી
ડાયમંડ બુર્સમાં વિદેશી વેપારીઓના આગમન અને હીરા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે દારૂની છૂટ આપવામાં આવી શકે છે. એ માટે કેટલીક જરૂરી વ્યવસ્થાઓની માંગણીઓ ઊભી થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્ય સરકાર કેટલાક નિયમો અને માર્ગદર્શિકાના આધારે દારૂની મંજૂરી આપી શકે છે.
સત્તાવાર માહિતીની અપેક્ષા
હાલમાં સુરતના ડાયમંડ બુર્સમાં દારૂની છૂટ અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. આ મુદ્દો હાલ માત્ર ચર્ચાનો વિષય છે.