નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે. 19 એપ્રિલે મતદાનની શરૂઆત થઈ હતી અને 1 જૂને પૂરી થઈ હતી. ચૂંટણીમાં કુલ સાત તબક્કામાં મતદાન થયું. આ વખતે ભાજપ 400થી વધુ સીટો જીતવાની આશા સાથે મેદાનમાં ઉતરી હતી, જ્યારે નરેન્દ્ર મોદીને સત્તા પરથી દૂર કરવા માટે 25 થી વધુ વિપક્ષી પક્ષો એક મંચ પર આવ્યા હતા. તમામ દાવા અને વચનો બાદ હવે પરિણામોની ઘડી આવી છે. આજે જ નક્કી થશે કે કેન્દ્રમાં કોની સરકાર આવશે અને કોણ વિપક્ષમાં બેસશે.
Lok Sabha Chunav 2024 Results Live Updates
અપડેટ્સ માટે જોડાયેલા રહો
ચૂંટણીના પરિણામો અંગેના તમામ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.
Live2024 Jun 04, 02:48
બનાસાકાંઠામા કોગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આગળ
બનાસકાંઠામા કોગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર 16919 મત થી આગળ.
2024 Jun 04, 02:44
બનાસાકાંઠામા કોગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આગળ
બનાસકાંઠામા કોગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર 12850 મત થી આગળ.
2024 Jun 04, 02:21
અમેઠી થી કોગ્રેસના ઉમેદવાર આગળ
અમેઠી થી કોગ્રેસના ઉમેદવાર કોસોર લાલ 88908 મતથી આગળ ચાલી રહ્યા છે. કિસોર લાલને કુલ 313779 મત મળ્યા છે. જ્યારે ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઇરાનીને કુલ 224871 મત મળ્યા છે.
2024 Jun 04, 02:06
પાટણ સીટ પર ભાજપ ઉમેદાવાર ભરતસિંહ ડાભી આગળ
પાટણ સીટ પર ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી 2632 મત થી આગળ ચાલી રહ્યા છે.
2024 Jun 04, 02:00
બનાસકાઠા સીટ પર કોંગ્રેસ ઉમેદાવાર ગેનિબેન ઠાકોર આગળ
બનાસકાઠા સીટ પર કોગ્રેસ ઉમેદવાર ગેનિબેન ઠાકોર 5153 મત થી આગળ ચાલી રહ્યા છે.
2024 Jun 04, 01:50
બનાસકાઠા સીટ પર ભાજપ ઉમેદાવાર રેખાબેન ચૌધરી આગળ
બનાસકાઠા સીટ પર ભાજપ્ર ઉમેદવાર રેખાબેન ચૌધરી 39 મત થી આગળ ચાલી રહ્યા છે.
2024 Jun 04, 01:47
બનાસકાઠા સીટ પર ભાજપ ઉમેદાવાર રેખાબેન ચૌધરી આગળ
બનાસકાઠા સીટ પર ભાજપ્ર ઉમેદવાર રેખાબેન ચૌધરી 865 મત થી આગળ ચાલી રહ્યા છે.
2024 Jun 04, 01:44
બનાસકાઠા સીટ પર કોગ્રેસ ઉમેદાવાર ગેનીબેન ઠાકોર આગળ
બનાસકાઠા સીટ પર કોગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર 3613 મત થી આગળ ચાલી રહ્યા છે. ગેનીબેન ને કુલ 429831 મત મળ્યા છે. જ્યારે ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીને 426218 મત મળ્યા છે. બનાસકાઠામાં કાંટાની ટક્ક્ર જોવા મળી રહી છે.
2024 Jun 04, 01:38
વારાનસી સીટ પર નરેન્દ્ર મોદી આગળ
વારાનસી સીટ પર નરેન્દ્ર મોદી 1 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે. મોદીને કુલ 412485 મત મળ્યા છે. જ્યારે કોગ્રેસના ઉમેદવાર અજય રાઇને 308240 મત મળ્યા છે.
2024 Jun 04, 01:22
રાયબરેલી સીટ પર કોગ્રેસ ઉમેદવાર રાહુલ ગંધી આગળ
રાયબરેલી સીટ પર કોગ્રેસ ઉમેદવાર રાહુલ ગાંધી 1.24 લાખ માતથી આગળ ચાલી રહ્યા છે.
2024 Jun 04, 01:18
અમેઠી સીટ પર કોગ્રેસ આગળ
અમેઠી, ઉત્તર પ્રદેશમા ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની 62 હજાર વોટથી પાછળ ચાલિ રહ્યા છે.
2024 Jun 04, 01:05
રાજકોટ સીટ પર ભાજપની જંગી લીડ
રાજકોટ લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ સુપાલા 360746 મતથી આગળ ચાલી રહ્યા છે. પરસોત્તમ રુપાલાને કુલ 613104 મત મળ્યા છે. જ્યારે કોગ્રેસના ઉમેદવાર પરેસ ધાનાણીને 252358 મત મળ્યા છે.
2024 Jun 04, 01:01
પાટણ સીટ પર કૉગ્રેસ આગળ
પાટણ સીટ પર કોગ્રેસના ઉમેદવાર 13259 મતથી આગળ ચાલી રહ્યા છે.
2024 Jun 04, 11:07
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ આગળ
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા તેમને પ્રતિનિધિ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીથી 205076 મતથી આગળ ચાલી રહ્યા છે.
2024 Jun 04, 10:47
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ આગળ
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા તેમને પ્રતિનિધિ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીથી 169718 મતથી આગળ ચાલી રહ્યા છે.
2024 Jun 04, 09:41
મહેસાણાની સીટ પર ભાજપ આગળ
મહેસાણામાં ભાજપના ઉમેદવાર હીરાભાઈ પટેલ 22058 જંગી મતથી આગળ ચાલી રહ્યા છે.
2024 Jun 04, 09:30
જુનાગઢની સીટ પર કોંગ્રેસ આગળ
જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોતવા આગળ ચાલી રહ્યા છે
2024 Jun 04, 09:30
જામનગરની સીટ પર કોંગ્રેસ આગળ
જામનગર લોકસભા સીટ પર જેપી મારવિયા 2111 મતથી આગળ
2024 Jun 04, 08:59
NDA શરૂઆતી વલણોમાં આગળ
લોકસભા ચૂંટણીના શરૂઆતી વલણો આવી રહ્યા છે. મતગણતરીની શરૂઆતમાં ઈન્ડિયા ગઠબંધન આગળ હતું, પરંતુ હવે સાવ વર્તમાન વલણ મુજબ NDA આગળ છે. NDA 272 સીટો પર આગળ જ્યારે INDIA 179 સીટ પર આગળ ચાલી રહી છે.
2024 Jun 04, 08:47
પોસ્ટલ બેલેટ મત ગણતરી ચાલી રહી
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો માટે પ્રથમ પોસ્ટલ બેલેટની મત ગણતરી શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીના પરિણામો અનુસાર, એનડીએ 135 બેઠકો પર આગળ છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન 108 બેઠકો પર આગળ છે.
2024 Jun 04, 08:34
543 બેઠકોના પરિણામ આજે
દેશની 543 લોકસભા બેઠકોના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. આ માટે દેશમાં કુલ 1224 મતગણતરી કેન્દ્ર બનાવવામાં આવ્યા છે, જ્યાં મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે.
2024 Jun 04, 08:32
22 લાખ અધિકારીઓ મતગણતરીમાં જોડાયા
મતગણતરી પ્રક્રિયામાં આશરે 22 લાખ અધિકારીઓ જોડાયેલા છે.
2024 Jun 04, 08:30
લોકસભા ચૂંટણી પરિણામ: એક્ઝિટ પોલમાં NDAની જીતનો અનુમાન
લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા જાહેર થયેલા એક્ઝિટ પોલમાં NDAની જીતની આગાહી કરવામાં આવી છે. ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ, NDAને 361 થી 401 સીટો મળી શકે છે. જ્યારે વિપક્ષી ઈન્ડિયા બ્લોકને 131 થી 166 બેઠકો મળવાની આશા છે. પોલ ઓફ પોલના અનુમાન મુજબ, NDA 379 સીટો અને ઈન્ડિયા બ્લોક 136 સીટો જીતી શકે છે.
રાજકીય પક્ષો જે દિવસની રાહ જોઈ રહ્યા હતા, તે આજનો દિવસ છે, કારણ કે આજે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. આજે સ્પષ્ટ થઈ જશે કે કેન્દ્રમાં કોની સરકાર બનવાની છે. શું નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી બનશે કે વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' પોતાના પ્રદર્શનથી અચંબિત કરશે. ભાજપ 400થી વધુ સીટો જીતવાની આશા રાખી રહી છે, જ્યારે 'ઈન્ડિયા' ગઠબંધનનો દાવો છે કે તેમને 295 સીટો મળશે. જો કે આ તમામ દાવાઓ પર આજે પડઘમ પડશે.
આજે એ પણ સ્પષ્ટ થઈ જશે કે જનતાએ કોના ભાષણો પર વિશ્વાસ કર્યો અને કોના વચનો પર ભરોસો મૂક્યો. જો ભાજપ જીતશે તો તે સતત ત્રીજીવાર કેન્દ્રની સત્તા પર કાબીઝ થશે. અને જો 'ઈન્ડિયા' ગઠબંધન જીતશે, તો 10 વર્ષ બાદ કોંગ્રેસ કેન્દ્રમાં પાછી આવશે. લોકસભા ચૂંટણી 2024ની શરૂઆત 19 એપ્રિલે થઈ હતી, તે દિવસ પ્રથમ તબક્કાના મતદાનનો હતો. કુલ સાત તબક્કામાં મતદાન થયું હતું. અંતિમ તબક્કાનું મતદાન 1 જૂનના રોજ થયું હતું.