તેલ કંપનીઓ દર મહિને LPG સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે અને નવા ભાવ જાહેર કરે છે. માર્ચની શરૂઆતમાં જ LPG Cylinder ના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ Commercial LPG Cylinder ના ભાવમાં વધારો કર્યો છે, જ્યારે Domestic LPG Cylinder ના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે.
કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો
તેલ કંપનીઓએ 19 કિલોગ્રામના Commercial LPG Cylinder ના ભાવમાં 6 રૂપિયાનો વધારો કર્યો છે. નવી કિંમતો મુજબ, દિલ્હી અને કોલકાતામાં આ સિલિન્ડર હવે ₹1803 અને ₹1913 રૂપિયામાં મળશે. ફેબ્રુઆરીમાં તેની કિંમત અનુક્રમમાં ₹1797 અને ₹1907 રૂપિયા હતી. તે જ સમયે, Mumbai માં 1755.50 રૂપિયા, જ્યારે Chennai માં ₹1809.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.
ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ યથાવત
14 કિલોગ્રામના Domestic LPG Cylinder ના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવી કિંમતો મુજબ, Delhi માં તેની કિંમત ₹803, Kolkata માં ₹829, Mumbai માં ₹802.50, અને Chennai માં ₹818.50 રહેશે.
પાછલા મહિનાના ઘટાડા બાદ ફરી વધારો
ગત મહિને, 1 February 2025 ના રોજ LPG Cylinder ના ભાવમાં 7 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. Indian Oil Corporation (IOC) સહિતની ઓઇલ કંપનીઓએ તે વખતે Commercial LPG Cylinder ના દર ઘટાડ્યા હતા, પરંતુ માર્ચમાં ફરી તેની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.
LPG સિલિન્ડરના દરમાં આ ફેરફાર સીધા જ વ્યવસાય અને સામાન્ય લોકોને પ્રભાવિત કરી શકે છે. જો તમને LPG ના ભાવ અંગે વધુ અપડેટ જોઈએ તો નિયમિત રીતે અમારી વેબસાઈટ gujjutak.com ની મુલાકાત લેતા રહો.
LPG સિલિન્ડર LPG Cylinder Price Hike lpg cylinder prices hike news LPG સિલિન્ડરના ભાવ LPG Cylinder Commercial LPG Cylinder Indian Oil Corporation Domestic LPG Cylinder