Unemployment Rate In India 2024: ભારતમાં બેરોજગારી એક ગંભીર સમસ્યા છે, પણ કેટલાક રાજ્યોએ તેને નિયંત્રિત કરી છે. તાજેતરમાં જ રિલીઝ થયેલા પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) અનુસાર, 2023-24 દરમિયાન દેશમાં બેરોજગારી દર 3.2% રહ્યો છે. જો કે, આર્થિક પ્રગતિના થાપ વચ્ચે, ભારતના કેટલાક રાજ્યો બેરોજગારીને સફળતાપૂર્વક કાબૂમાં રાખી રહ્યા છે.
મધ્યપ્રદેશમાં દેશનો સૌથી ઓછો યુવા બેરોજગારી દર છે, જે માત્ર 2.6% છે. પુરુષો માટે 2.8% અને સ્ત્રીઓ માટે 2.1%નો દર નોંધાયો છે. ગુજરાતમાં યુવા બેરોજગારી દર 3.1% છે, જેમાં 3.3% પુરુષો અને 2.7% સ્ત્રીઓ બેરોજગાર છે. ઝારખંડ 3.6% બેરોજગારી દર સાથે ત્રીજા સ્થાને છે.
ભારતમાં સૌથી ઓછો બેરોજગારી ધરાવતા ટોચના રાજ્યો
- મધ્યપ્રદેશ: 2.6%
- ગુજરાત: 3.1%
- ઝારખંડ: 3.6%
- દિલ્હી: 4.6%
- છત્તીસગઢ: 6.3%
ભારતના વધુ બેરોજગારી ધરાવતા રાજ્યઓ
આંદામાન-નિકોબાર ટાપુઓમાં 33.6% અને લક્ષદ્વીપમાં 36.2% યુવા બેરોજગારી દર છે.
આંકડા દર્શાવે છે કે, ભારતમાં બેરોજગારી હજુ પણ સમસ્યા છે, ખાસ કરીને યુવાનોમાં. દેશને આ સમસ્યાનો સામનો કરવા અને રોજગારીની તકો ઊભી કરવા માટે દર વર્ષે 1.2 કરોડ નોકરીઓની જરૂર છે.