રશિયાની રાજધાની મોસ્કોથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીંયા એક શોપિંગ મોલમાં આતંકવાદી હુમલો થયો છે. જાણવા મળી રહ્યું છે કે મોલમાં પાંચ લોકો ઘૂસ્યા અને ધાધુન ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ અટેકમાં 15 થી વધુ લોકોના મૃત્યુ થયા છે જ્યારે 35 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ફાયરિંગ પછી મોલમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
ઘાયલ થયેલ લોકોને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જાણકારી અનુસાર હમલાવરો સૈનિકોની વર્ધીમાં મોલમાં આવ્યા હતા. આ હમલાવરોએ ક્રોકસ સીટી હોલ પર પણ ગ્રેનેડ ફેંક્યો હતો જેનાથી મોલમાં ભયંકર આગ લાગી હતી. મોલમાં હજી પણ મોટી સંખ્યામાં લોકો ફસાયા હોવાનું અનુમાન છે.
Reports of gunfire and explosion reported from Mascow Russia , I hope everyone is safe there, my prayers are with the people of Russia #Moscow pic.twitter.com/0cjXleKZlz
— Muhammad Minhaj Abbasi (@MinhajAbbasi3) March 22, 2024
રશિયન મીડિયા ના રિપોર્ટ પ્રમાણે, સૈનિકોના યુનિફોર્મ માં હમલાવરો મોસ્કોના મોટા કોન્ફરન્સ હોલ મા ઘૂસ્યા હતા અને ત્યાં ઉપસ્થિત ભીડ પર અંધાધુન ફાયરિંગ કર્યું હતું. હમલાવરોએ ગ્રેનેટ નો પણ ઉપયોગ કર્યો હતો. જેના કારણે ક્રોકસ સીટી હોલમાં વિશાળ આગ લાગી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં બિલ્ડિંગ પર કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળે છે.