આઈસક્રીમની ચમચીમાંથી બનાવો પેન-મોબાઈલ સ્ટેન્ડ

મિત્રો, આજે આપણે આઈસક્રીમની ચમચીમાંથી બનાવીશું મસ્ત મજાનું પેનબોક્સ વિથ મોબાઈલ સ્ટેન્ડ. જે તમારા સ્ટડી ટેબલને તો શોભાવશે જ પણ સાથે તમે તેનો ઉપયોગ પણ સારો એવો કરી શકશો.

Author image Aakriti

મિત્રો, આજે આપણે આઈસક્રીમની ચમચીમાંથી બનાવીશું મસ્ત મજાનું પેનબોક્સ વિથ મોબાઈલ સ્ટેન્ડ. જે તમારા સ્ટડી ટેબલને તો શોભાવશે જ પણ સાથે તમે તેનો ઉપયોગ પણ સારો એવો કરી શકશો. તો થઈ જાવ તૈયાર! પેનબોક્સ – મોબાઈલ સ્ટેન્ડ બનાવવા. સૌપ્રથમ જોઈશે આઈસક્રીમની ચમચીઓ, ગુંદર, કટર, ગુલાબી તેમજ ગળી કલર, નાના ડાયમંડ ચાંદલા અને તમારા મનગમતાં બે સ્ટીકર.

સૌપ્રથમ આઈસક્રીમની ચમચીઓ લો. તેને ગુંદરની મદદથી એકબીજા સાથે જોડી એક લંબચોરસ આકારનું પાટિયા જેવું બનાવો. ત્યારબાદ તેના અડધા ભાગમાં ગુલાબી અને અડધા બાગમાં ગળી કલર કરો અને તેને સુકાવા દો. સુકાઈ ગયા બાદ તેના ગુલાબીવાળા ભાગમાં ગળી રંગથી આઈસક્રીમની ચમચીઓને રંગીને ચોરસ આકારમાં ચોંટાડીને બોક્સ જેવું બનાવો.

હવે બીજી ચમચીઓ લો અને તેને કટરથી વચ્ચેથી ઊભી કાપો અને બંને કિનારીથી કટ કરીને પાતળી અને નાની લાઈન બનાવો. એ લાઈનોને ગુલાબી રંગથી રંગો. સુકાઈ ગયા બાદ તે દરેક લાઈનને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ચોંટાડીને પોકેટ જેવું બનાવો. ધ્યાન રહે, આઈસક્રીમની લાઈનોને ત્રણ બાજુથી થોડી વધારે ચોંટાડવી અને એક બાજુથી થોડી ઓછી લાઈનો ચોંટાડીને મોબાઈલ રહે તે રીતે પોકેટ જેવું બોક્સ બનાવો.


હવે બનાવેલા પેનબોક્સમાં ઉપરની કિનારી પર ફરતે ડાયમંડના ગોળ ચાંદલા લગાવો ત્યારબાદ તેની થોડે નીચે બોક્સના ફરતે ગુલાબી રંગની લાઈન બનાવો. હવે તમારું મનગમતું સ્ટીકર આગળના ભાગે મધ્યમાં ચોંટાડો. તે જ રીતે મોબાઈલ સ્ટેન્ડમાં પણ નીચાણવાળા ભાગના બંને છેડે ડાયમંડના ચાંદલા ચોંટાડો અને મધ્યમાં એક સ્ટીકર ચોંટાડો. તૈયાર છે તમારું પેન વિથ મોબાઈલ સ્ટેન્ડ.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર