
મમતા બેનરજી ધરામાં ચાલતા ચાલતા ઉંધા માથે પડ્યા, માથામાં થઈ ગંભીર ઈજા, હોસ્પિટલમાં કરાયા દાખલ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ઘરે ટ્રેડ મિલ પર ચાલતા પડી જવાથી માથાના ભાગમાં ગંભીર ઇજા થઈ છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ઘરે ટ્રેડ મિલ પર ચાલતા પડી જવાથી માથાના ભાગમાં ગંભીર ઇજા થઈ છે. ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના સોસિયલ મીડિયા X પર પોસ્ટ કરી આ માહિતી આપવામાં આવી હતી. આ પોસ્ટમાં મમતા બેનરજીના કપાળ પરથી લોહી નિકલું જોઈ શકાય છે. આ સાથે TMC ના સોસિયલ મીડિયા હેન્ડલ પર એ પણ જણાવવામાં આવ્યું છે કે તેમના ચાહકો તેમના માટે જલદી સાજા થાય તે માટે પ્રાથના કરવા પણ જણાવવામાં આવ્યું છે.
બનાવ બનતા મમતા બેનરજી ને કોલકાતાની SSKM Hospitalમાં દાખલ કરવામાં આવ્યા છે. અહી તેમની સારવાર ચાલી રહી છે.