
marriage certificate online gujarat: લગ્ન પછી મેરેજ સર્ટિફિકેટ કઢાવવું ખૂબ જ જરૂરી છે. મેરેજ સર્ટિફિકેટ વિવિધ સરકારી કામો તથા પ્રક્રિયા, નાણાકીય સેવાઓમાં, અને અલગ અલગ યોજનાઓનો લાભ લેવા માટે જરૂર પડે છે.
marriage certificate online gujarat: લગ્ન પછી મેરેજ સર્ટિફિકેટ કઢાવવું ખૂબ જ જરૂરી છે. મેરેજ સર્ટિફિકેટ વિવિધ સરકારી કામો તથા પ્રક્રિયા, નાણાકીય સેવાઓમાં, અને અલગ અલગ યોજનાઓનો લાભ લેવા માટે જરૂર પડે છે. જો તમારા લગ્નને 30 દિવસથી વધુ સમય થઈ ગયો હોય તો તમે મેરેજ સર્ટિફિકેટ માટે અરજી કરી શકો છો. જો કોઈ કારણોસર અરજી કરવામાં વિલંબ થાય તો તમે પેનલ્ટી સાથેની ફી ભરી છુટ્ટાટ મેળવી શકો છો.
આ સર્ટિફિકેટ મેળવવા માટે, તમારા લગ્ન જ્યાં થયા હોય તે વિસ્તારના રજિસ્ટ્રાર કચેરીમાં અરજી કરવી પડે છે. જો લગ્ન શહેરમાં થયા હોય, તો શહેરના રજિસ્ટ્રાર અને ગામડામાં થયા હોય તો ગામના સરપંચ અથવા તલાટી પાસેથી ફોર્મ મેળવી શકાય છે.
ઓનલાઇન અરજી માટે રાજ્યની મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર જઈ મેરેજ સર્ટિફિકેટ માટેની એપ્લીકેશન ફોર્મ ભરવું રહે છે. જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા બાદ સબમિટ પર ક્લિક કરો. અમુક દિવસોમાં મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવશે.
મેરેજ સર્ટિફિકેટ કાયદેસર દસ્તાવેજ છે, જે પતિ-પત્નીને વૈવિધ્યસભર કાયદાકીય અધિકાર આપે છે.