વરસાદની મજા લેવી દરેકને ગમે છે, પરંતુ આ મોસમમાં વીજળીનો ખતરો પણ વધે છે. અમુક જગ્યાએ વરસાદની મજા દૂઃખમાં ફેરવાઈ જતી હોય છે. આકાશી વીજળીથી બચવા માટે ખેતર, વૃક્ષો અને તળાવ જેવી જગ્યાઓએ ન જવું જોઈએ, કારણ કે ત્યાં વીજળી પડવાની શક્યતા વધારે હોય છે.
NDMAના રિપોર્ટ મુજબ
ભારતમાં દર વર્ષે આશરે 2500 લોકો આકાશી વીજળીથી મૃત્યુ પામે છે. 1967થી 2012 દરમિયાન કુદરતી આફતોમાં મૃત્યુ પામનારા 39% લોકો વીજળીના કારણે મોતને ભેટ્યા હતા. વીજળીનો ખતરો ખાસ કરીને ઝારખંડ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં વધુ જોવા મળે છે.
વીજળીથી બચવા માટે ની સલાહ
- વીજળીથી ચાલતી વસ્તુઓથી દૂર રહો:
- વીજળીના ઉપકરણોનો ઉપયોગ ન કરો.
- બારી અને દરવાજા બંધ રાખો.
- ઉંચી જગ્યાએ ન જવું:
- ઘરની છત પર ન જાઓ.
- ધાતુના પાઈપ, નળ અને ફુવારા સહિતની વસ્તુઓથી દૂર રહો.
- બહાર કઈ રીતે સલામત રહેવું:
- વૃક્ષોની નીચે ન ઉભા રહો.
- ઓછી ઉંચાઈ વાળી બિલ્ડિંગની નીચે રહેવું.
- મજબૂત છત વાળી કારમાં રહો.
- ધાતુની કોઈપણ વસ્તુની નજીક ન જવું.
- વીજળી પડવાના સંકેતો:
- માથાના વાળ અને રૂંવાડા ઊભા થઈ જાય તો તાત્કાલિક નમીને કાન બંધ કરી લો.
- પગના પંજાના સહારે ઊભડક બેસી જાઓ, ગોઠણ પર કોણી હોવી જોઈએ.
વીજળીથી ઇજા થાય તો શું કરવું
- પ્રાથમિક સારવાર:
- તાત્કાલિક CPR આપો.
- કૃત્રિમ શ્વાસ આપવા પ્રયાસ કરો.
- ઈજાગ્રસ્તને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં પહોંચાડો.
CDCના 30-30ના નિયમ
- અમેરિકન સ્વાસ્થ્ય સંસ્થા (CDC)ના નિયમ અનુસાર:
- વીજળી કડકતી વખતે 30 સુધી ગણો અને નાની બિલ્ડિંગમાં છૂપાઈ જાઓ.
- 30 મિનિટ સુધી બધું રોકી દો અને ઇલેક્ટ્રોનિક્સ સાધનોનો ઉપયોગ ન કરો.
વિજળીના સમયે સલામતી અપનાવીને જીવન બચાવો અને સુરક્ષિત રહો.