એક આધાર કાર્ડ પર કેટલા સીમકાર્ડ ખરીદી શકાય? : આધાર કાર્ડ એ આપણો ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ છે. તેનું ઉપયોગ ફક્ત ઓળખ કાર્ડ માટે જ નહીં પરંતુ કેટલાક અલગ અલગ કામો માટે પણ થાય છે. જેમાં સીમકાર્ડ ખરીદવા સમયે પણ આધાર કાર્ડ નો ઉપયોગ વેરિફિકેશન માટે કરવામાં આવે છે. પણ શું તમને ખબર છે કે આધાર કાર્ડ પર સિમ ખરીદવાની પણ એક લિમિટ નક્કી કરવામાં આવી છે. જો તમે આ લિમિટ ને ક્રોસ કરો છો તો તમારા સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.
આધાર કાર્ડ એ આપણો ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ છે. તેનું ઉપયોગ ફક્ત ઓળખ કાર્ડ માટે જ નહીં પરંતુ કેટલાક અલગ અલગ કામો માટે પણ થાય છે. જેમાં સીમકાર્ડ ખરીદવા સમયે પણ આધાર કાર્ડ નો ઉપયોગ વેરિફિકેશન માટે કરવામાં આવે છે. પણ શું તમને ખબર છે કે આધાર કાર્ડ પર સિમ ખરીદવાની પણ એક લિમિટ નક્કી કરવામાં આવી છે. જો તમે આ લિમિટ ને ક્રોસ કરો છો તો તમારા સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.
ભારત સરકાર અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની માર્ગદર્શિકા અનુસાર એક આધાર કાર્ડ પર 9 થી વધારે સીમકાર્ડ ખરીદી શકાતા નથી. જો કે તેમાં પણ M2M એટલે કે મશીન ટુ મશીન સર્વિસ માટે આ સંખ્યા 18 છે. M2M સર્વિસ ખાસ કરીને ડિવાઇસને કનેક્ટ કરવા માટે હોય છે જેમ કે વાહનોમાં વપરાતી IOT સિસ્ટમ સ્માર્ટ હોમ ડિવાઇસ વગેરે ની કનેક્ટિવિટી માટે સીમકાર્ડનો ઉપયોગ થાય છે અથવા અને કોઈ વાયરલેસ નેટવર્ક નો ઉપયોગ કરવામાં આવે છે.
ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર જો તમારી પાસે નવ થી વધારે એક આધાર કાર્ડ પર સીમકાર્ડ એક્ટિવ હોય અને જો તમારી પાસે તેમનું યોગ્ય કારણ ન હોય તો તમને નીચેની સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે.:
9 થી વધારે સીમકાર્ડ હોય તો વધારાના સીમ કાર્ડ બ્લોક થઈ શકે છે.
ઘણા બધા સીમકાર્ડ તમને તેનો દુરુપયોગ અને સાયબર છેતરપિંડી અથવા તો અન્ય ગીર કાયદેસર કામો તરફ દોરી શકે છે.
જો તમારા નામ પર રજીસ્ટર સીમકાર્ડ નો કોઈપણ સંજોગોમાં ગેરકાયદેસર પ્રવૃતિમાં દુરુપયોગ થાય તો તમારા પર કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે.
ટ્રાય અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુકેશન થોડા થોડા સમય સીમકાર્ડ યુઝર્સ નું વેરિફિકેશન કરતી હોય છે અને જો તેમાં એક આધાર કાર્ડ પર મર્યાદાથી વધારે સીમકાર્ડ એક્ટિવ અથવા ખરીદેલ હોય તો તમને નોટિસ પણ મળી શકે છે.
તમારા નામ અથવા આધાર કાર્ડ પર કેટલા સીમકાર્ડ રજીસ્ટર છે તેની માહિતી જાણવા માટે સરકારે TAFCOP એટલે કે ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન નામનું પોર્ટલ શરૂ કર્યું છે. તેના પર જઈ નીચે આપેલ પ્રોસેસ ફોલો કરી તમારા આધાર કાર્ડ પર કેટલા સીમકાર્ડ એક્ટિવ છે તેની માહિતી મેળવી શકો છો.