Meteor in USA: અમેરિકાના પ્રેટવિલેમાં 33,500 માઈલ પ્રતિ કલાકની ઝડપે એક ચમકદાર પદાર્થ વાતાવરણમાં પ્રવેશી ઊલ્કાપાતની ઘટના બની. આ દ્રશ્યો રહેણાંક મકાનના CCTV કેમેરામાં કેદ થયા હતા, જેમાં આગના લીસોટા જેવી અદભૂત દ્રશ્યાવલી જોવા મળી હતી.
21 ડિસેમ્બરની રાત્રે અમેરિકાના વિવિધ રાજ્યો કેન્સાસ, અરકાનસાસ, ટેનેસી, મિઝોરી અને લ્યુઇસિયાનામાં રહસ્યમય ચમકતા પદાર્થના દ્રશ્યો નોંધાયા. આ કારણે સ્થાનિક લોકોએ UFO અથવા ઊલ્કાપાતના જુદાં જુદાં આકરા નકશા બનાવ્યાં. હજારો લોકો આ આગના લીસોટા જેવી આકૃતિને જોઈને આશ્ચર્યચકિત થયા.
33,500 માઈલ પ્રતિ કલાકની ઝડપે આગના લીસોટા
ઉલ્કાપાતની આ ઘટનામાં એક તેજસ્વી પદાર્થ સાથે ચમકતા ટુકડાઓ અને કાટમાળ માઇલો સુધી ફેલાતા દેખાયા. આ દ્રશ્યે લોકોમાં જિજ્ઞાસા અને ચર્ચા જગાવી હતી. શરૂઆતમાં એવું માનવામાં આવ્યું કે આ ચમકતા પદાર્થો ઉલ્કાઓ અથવા UFO હોઈ શકે છે.
અધિકારીઓએ સ્પષ્ટતા કરી
પછીથી અધિકારીઓએ આ ઘટના અંગે સ્પષ્ટતા કરી કે આ દ્રશ્યો સ્પેસએક્સના સ્ટારલિંક સેટેલાઇટ અથવા રોકેટ બોડીના પુનઃપ્રવેશ સાથે જોડાયેલા હતા. છતાં, આ ઘટનાએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા.
વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
🚨#BREAKING: Thousands of witnesses across the Southwest are reporting a large meteor or a satellite breaking apart in the sky creating a spectacular display
— R A W S A L E R T S (@rawsalerts) December 22, 2024
📌#Unitedstates | #USA
Currently, thousands of people across the Southeast, particularly in Kansas, Arkansas,… pic.twitter.com/KRBNwYjcjJ
આ ઉલ્કાપાતના દ્રશ્યોના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અમેરિકાના આકાશમાં આગના લીસોટા જેવી આકૃતિના દ્રશ્યો જોઈને લોકોએ અનેક અલગ-અલગ અનુભવો શેર કર્યા.
🚨#BREAKING: Thousands of witnesses across the Southwest are reporting a large meteor or a satellite breaking apart in the sky creating a spectacular display
— R A W S A L E R T S (@rawsalerts) December 22, 2024
📌#Unitedstates | #USA
Currently, thousands of people across the Southeast, particularly in Kansas, Arkansas,… pic.twitter.com/KRBNwYjcjJ
🚨#UPDATE: Officials now report that the object seen tonight is likely the re-entry of a degraded Starlink satellite or a rocket body, not a meteor. If you witnessed it in your area, feel free to share a photo along with the time and location. pic.twitter.com/EcRajViCeY
— R A W S A L E R T S (@rawsalerts) December 22, 2024