
MG's upcoming Cloud EV: MG Motor આગામી મહિનાઓમાં ભારતીય બજારમાં New electric car launch કરવા જઈ રહી છે.
MG's upcoming Cloud EV: MG Motor આગામી મહિનાઓમાં ભારતીય બજારમાં New electric car launch કરવા જઈ રહી છે. આ નવી કારની એક વખત ફૂલ ચાર્જ બાદ 460 કિલોમીટરની રેન્જ હશે. આ ઇવીમાં કઇ કઇ વિશેષતા હશે તે અંગે જાણકારી નીચે આપેલ છે.
એમજી મોટર પોતાના ત્રીજી ઈલેક્ટ્રિક કાર તરીકે MG Cloud EV લૉન્ચ કરવાની તૈયારીમાં છે. આ કાર સપ્ટેમ્બર 2024 સુધીમાં ભારતીય બજારમાં આવશે. આ કાર ઈન્ડોનેશિયન અને ચાઇનીઝ માર્કેટમાં વુલિંગ અને બાઓજેન બ્રાન્ડિંગ સાથે આવે છે.
ગ્લોબલ માર્કેટમાં આવતા MG Cloud EVનું મોડેલ 4.3 મીટર લાંબું છે અને તેનો વ્હીલબેસ 2700mm છે. કારની ડિઝાઇન સિમ્પલ છે અને તેમાં આગળ અને પાછળ ફુલ એલઈડી લાઇટ બાર, ફ્લશ ડોર હેન્ડલ્સ અને ફ્રન્ટ બમ્પર પર માઉન્ટેડ હેડલેમ્પ્સ છે. આ કાર 5-સીટર લેઆઉટમાં ઉપલબ્ધ થશે.
MG Cloud EVના ટેસ્ટિંગ મોડેલની તસવીરો લિક થઈ ચૂકી છે, જેમાં ગાડીની બહારાની બાજુનો લુક અને સ્ટાઈલ જોઈ શકાય છે. કારના કેબિનમાં આકર્ષક ડિઝાઇન મળશે, જેમાં ફ્લોટિંગ સ્ક્રીન હશે. તેમાં ડિજિટલ ડિસ્પ્લે ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને સેન્ટરમાં મોટી ટચસ્ક્રીન હશે. ફ્રન્ટ સીટ બૅકરેસ્ટને ફુલ રિકલાઇન ફંક્શન સાથે આપવામાં આવશે, જેને સોફા મોડ પણ કહેવામાં આવે છે.
ઈન્ડોનેશિયાઈ માર્કેટમાં આ કાર ADAS (એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટન્ટ સિસ્ટમ) અને 360 ડિગ્રી કેમેરા ફીચર સાથે આવે છે.
ગ્લોબલ માર્કેટમાં આ ઈવી બે બેટરી પેક ઓપ્શન્સ સાથે આવે છે. એક છે 37.9kWh બેટરી પેક, જે 360 કિલોમીટરની રેન્જ આપે છે. બીજું છે 50.6kWh બેટરી પેક, જે 460 કિલોમીટરની રેન્જ આપે છે. કારમાં Permanent Magnet Synchronous Motor છે, જે 134bhpની પાવર જનરેટ કરે છે. ભારતીય બજારમાં આ મોડેલ કયારે લોન્ચ કરવામાં આવશે તેની માહિતી હજુ મળી નથી.
એમજી મોટર પાસે હાલ બે ઇલેક્ટ્રિક કાર છે. એક છે MG Comet, જેના ભાવ 6.99 લાખથી 9.53 લાખ રૂપિયા છે. બીજી છે MG ZS EV, જેની કિંમત 25.44 લાખ રૂપિયા છે. આ તમામ કિંમતો એક્સ-શોરૂમ પ્રમાણે છે. આશા છે કે નવી mg cloud ev price 20 લાખ રૂપિયાથી ઓછી રહેશે.