મોદી કેબિનેટ ફાઇનલ: એક PM અને બે ડેપ્યુટી PM? જાણો ફાઈનલ ડીલ

Lok Sabha Election Result 2024: 4 જૂને જાહેર થયેલા લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પછી, નવી સરકારની રચનાને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.

Author image Gujjutak

Lok Sabha Election Result 2024: 4 જૂને જાહેર થયેલા લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પછી, નવી સરકારની રચનાને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, અને તેમની કેબિનેટમાં કઈ પાર્ટીઓને કેટલાં પદ મળશે તે અંગે ચર્ચા જોર પકડ્યું છે.

ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમારની ભૂમિકા

જો ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળે, તો એનડીએ બહુમત બનાવશે. આમાં ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ અને જેડીયુના નીતિશ કુમારની ભૂમિકા મહત્વની રહેશે.

શપથ ગ્રહણ સમારોહ 9 જૂને

શપથ ગ્રહણ સમારોહની તારીખ 9 જૂન નક્કી થઈ છે. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં આ સમારોહ માટે તૈયારીઓ ચાલી રહી છે અને ઘણા વિદેશી મહેમાનોને આમંત્રણ આપાયું છે.

સાથી પક્ષોની માંગણીઓ

  • જેડીયુ: 3 કેબિનેટ અને 4 રાજ્ય મંત્રી પદોની માંગ. બિહાર માટે વિશેષ દરજ્જાની પણ માંગ છે.
  • ટીડીપી: 5 મંત્રાલયો અને આંધ્ર પ્રદેશ માટે વિશેષ દરજ્જાની માંગ.
  • શિવસેના (શિંદે જૂથ): 3 કેબિનેટ અને 2 રાજ્ય મંત્રી પદોની માંગ.
  • એલજેપી (ચિરાગ પાસવાન): 1 કેબિનેટ અને 2 રાજ્ય મંત્રી પદોની માંગ.
  • માંઝી અને અનુપ્રિયા પટેલ: રાજ્ય મંત્રી પદોની માંગ.

કેબિનેટનું વિતરણ કઈ રીતે થશે?

છેલ્લી સરકારમાં દર 5 સાંસદો પર એક કેબિનેટ પદ આપેલું. આ વખતે સહયોગીઓની સંખ્યા વધુ છે, 41 સાંસદો સહયોગી પક્ષોના છે. જો 3 સાંસદો પર એક મંત્રી પદ આપશે, તો સહયોગીઓની માંગણીઓ પૂરી થઈ શકે.

ભાજપ કઈ ફોર્મ્યુલા અપનાવશે તે હવે જોવાનું રહે છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર