8 pay commission: મોદી સરકારની એક નવી જાહેરાતે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોમાં ખુશીનો માહોલ સર્જી દીધો છે. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી છે, જે લાંબા સમયથી કરી રહેલા તેમની માગણીઓને પૂરી પાડે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે આ નિર્ણય ત્યારે લીધો છે, જ્યારે મોંઘવારી ભથ્થું 53 ટકા સુધી પહોંચી ગયું છે. આ નિર્ણયથી, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી રાહત મળશે, જેના માટે તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.
પગારમાં મોટો વધારો થશે
આ નિર્ણય બાદ કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાનો છે. કુલ લાભ લેનારાઓની સંખ્યા એક કરોડથી વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ વિષય પર માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે 8મા પગાર પંચની રચનાનો નિર્ણય વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો.
7મા પગાર પંચને 2016માં લાગુ કરવામાં આવ્યું હતું, જેનો કાર્યકાળ 2026માં પૂરો થવાનો છે. વૈષ્ણવે વધુમાં જણાવ્યું કે ટૂંક સમયમાં કમિશનના અધ્યક્ષ અને બે સભ્યોની નિમણૂક કરવામાં આવશે.
8th Pay Commission: સરકારના કર્મચારીઓની સેલેરીમાં 186% વધારો થશે, જાણો કેવી રીતે મળશે ફાયદો
2026 સુધી રિપોર્ટ
8મું પગાર પંચ 2026 સુધી પોતાનો રિપોર્ટ સોંપશે. 8મા પગાર પંચની જાહેરાતથી વિવિધ રેન્કના કર્મચારીઓના પગારમાં અલગ અલગ પ્રમાણમાં વધારો થવાનું અનુમાન છે, જે તેમની જીવનશૈલીમાં સુધારો લાવશે.