
ગુજરાત સહિત સમગ્ર દેશ ભીષણ ગરમીનો સામનો કરી રહ્યો છે, તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે. લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે.
ગુજરાત સહિત સમગ્ર દેશ ભીષણ ગરમીનો સામનો કરી રહ્યો છે, તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે. લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગેના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચોમાસું બે દિવસ વહેલું પહોંચી શકે છે અને એક અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થશે.
હવામાન વિભાગ અનુસાર, 13 થી 15 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું આવી જશે. આ વર્ષ રાજયમાં સત્તાવાર રીતે ચોમાસું 15 જૂન સુધી સક્રિય થશે. આથી, આગામી બે-ત્રણ દિવસમાં ગરમીમાંથી આંશિક રાહત મળશે કારણ કે પવન 25 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવા લાગશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં આંધી-વંટોળની પણ શક્યતા છે.
પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય તે પહેલા છૂટોછવાયો વરસાદ પડી શકે છે. સાથે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં આંધી-વંટોળની સ્થિતિ રહેવાની સંભાવના છે. આ દરમિયાન, આગામી ચારથી પાંચ દિવસ સુધી ગરમી અને ઉકળાટ ઘટશે, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધારે રહેશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આ વર્ષે ગુજરાતમાં ચોમાસું ખૂબ સારું રહેશે. 30 મેના રોજ દેશમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, કેરળ અને પૂર્વોત્તર રાજ્યોમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે.