
Morbi NHM Employees Strike: મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના NHM કર્મચારીઓ 19 માર્ચે એક દિવસ માટે માસ CL પર જશે અને ગાંધીનગર ખાતે ધરણાં યોજી સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરશે.
મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના NHM કર્મચારીઓ 19 માર્ચે એક દિવસ માટે માસ CL પર જશે અને ગાંધીનગર ખાતે ધરણાં યોજી સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરશે. NHM કર્મચારીઓ ગુજરાત રાજ્ય નેશનલ હેલ્થ મિશન યુનિયનના નેતૃત્વમાં આંદોલન કરી રહ્યા છે, જેમાં તેઓ વર્ષોથી અટકેલ પ્રશ્નો ઉકેલવાની માંગ કરી રહ્યા છે.
NHM કર્મચારીઓની માગણીઓમાં પ્રાથમિક રીતે પગાર અને નોકરી સંબંધિત બાબતો સામેલ છે. તેમની મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે:
NHM કર્મચારીઓએ સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી સરકાર તેમની પડતર માંગણીઓનું નિરાકરણ લાવી શકશે નહીં, ત્યાં સુધી આંદોલન અને ધરણાં ચાલુ રહેશે. ગાંધીનગરમાં યોજાનારા આ આંદોલનથી NHM કર્મચારીઓના હિતમાં નિર્ણયો લેવામાં આવે તેવી આશા છે.