નમો લક્ષ્મી યોજના 2024: ધોરણ 9 થી ધોરણ 12 સુધીની વિદ્યાર્થીનીઓને મળશે ₹50000 ની શિષ્યવૃત્તિ - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

નમો લક્ષ્મી યોજના 2024: ધોરણ 9 થી ધોરણ 12 સુધીની વિદ્યાર્થીનીઓને મળશે ₹50000 ની શિષ્યવૃત્તિ

Namo laxmi yojana 2024 | Online Registration | gujarat | online apply | in gujarati | official website | documents List | form pdf | નમો લક્ષ્મી યોજના 2024 | શિષ્યવૃત્તિ યોજના 2024

Author image Aakriti

Namo laxmi yojana 2024: ગુજરાત રાજ્યના બજેટમાં જાહેર કરાયેલી 'નમો લક્ષ્મી' યોજના આજથી અમલમાં આવી ગઈ છે. આ યોજના અંતર્ગત ધોરણ 9 થી 12 સુધીની વિધાર્થીનીઓને માસિક આર્થિક સહાય આપવામાં આવશે. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આ યોજના વિધાર્થીનીઓના અભ્યાસ ખર્ચમાં સહાયરૂપ થવા અને તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે.

સહાયની રકમ કેટલી?

'નમો લક્ષ્મી' યોજનામાં વિધાર્થીનીઓને આ પ્રમાણે આર્થિક સહાય મળશે:

  • ધોરણ 9 અને 10: 10,000 રૂપિયા
  • ધોરણ 11 અને 12: 15,000 રૂપિયા આ રીતે, કુલ રકમ 50,000 રૂપિયા સુધી સહાય આપવામાં આવશે.

યોજનાનો લાભ કોણ લઈ શકે?

  • ગુજરાતના રહેવાસી વિધાર્થીનીઓ
  • ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ
  • સરકારી અથવા બિનસરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જોઈએ
  • પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જોઈએ

કેટલા વિધાર્થીનીઓએ કરી અરજી?

આ યોજનાનો લાભ મેળવવા માટે અત્યાર સુધીમાં 5.31 લાખથી વધુ વિધાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં મોટા ભાગે ધોરણ 10 અને 12ની વિધાર્થીનીઓનો સમાવેશ થાય છે.

અરજી કેવી રીતે કરવી?

  1. નમો લક્ષ્મી યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  2. નમો લક્ષ્મી યોજનાનો વિકલ્પ ક્લિક કરો.
  3. એપ્લિકેશન ફોર્મ ભરો.
  4. જરૂરી માહિતી અને દસ્તાવેજો દાખલ કરો.
  5. ફોર્મ સબમિટ કરો.

જરૂરી દસ્તાવેજો:

  1. વિદ્યાર્થીનીનું આધાર કાર્ડ
  2. માતાનું આધાર કાર્ડ
  3. માતાના બેંક ખાતાની પાસબુક (માતા ન હોવા પર વિદ્યાર્થીનીના બેંક ખાતાની પાસબુક)
  4. કુટુંબની વાર્ષિક આવકનો દાખલો (6 લાખ મર્યાદામાં)
  5. જન્મ પ્રમાણપત્ર
  6. શાળા છોડયા પ્રમાણપત્ર (LC)
  7. માતા-પિતાના મોબાઈલ નંબર

વિજ્ઞાન પ્રવાહ માટે 'નમો સરસ્વતી' યોજના

ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 'નમો સરસ્વતી' યોજના પણ અમલમાં છે, જેમાં 25,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે.

આ નવી યોજનાઓથી ગુજરાતના વિધાર્થીનીઓને મોટો ફાયદો થશે અને તેમના અભ્યાસમાં મદદ મળશે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News