નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિએ સરકાર બનાવવાનું આપ્યું આમંત્રણ, 9 જૂને થશે શપથગ્રહણ

NDA Government : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન પદ માટે આમંત્રણ આપ્યું છે.

Author image Aakriti

NDA Government : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન પદ માટે આમંત્રણ આપ્યું છે. રાષ્ટ્રપતિ ભવનની બહાર મીડિયા સાથે વાત કરતા, નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે 18મી લોકસભા નવી અને યુવા ઊર્જાથી સજ્જ છે.

રાષ્ટ્રપતિની સાથે મુલાકાત

NDAના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના ચૂંટાયા બાદ, PM મોદીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સાથે મુલાકાત કરી. સાંજે 6 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચતા, રાષ્ટ્રપતિએ તેમનું અભિવાદન કર્યું અને ભગવાન જગન્નાથની તસવીર આપી સ્વાગત કર્યું.

9 જૂને શપથ ગ્રહણ

નરેન્દ્ર મોદી અને NDAની નવી સરકારનું શપથ ગ્રહણ 9 જૂને થશે. મિડિયા સાથેની વાતચીત દરમિયાન, PM મોદીએ જણાવ્યું કે 18મી લોકસભા નવી અને યુવા ઊર્જાથી સજ્જ છે.

PM મોદીએ મિડિયાને જણાવ્યું, "આ 18મી લોકસભા નવી યુવા ઉર્જા અને ઈરાદાથી સજ્જ છે. આઝાદીના અમૃત મહોત્સવ પછી આ પ્રથમ ચૂંટણી છે, અને અમૃતકાલના આ 25 વર્ષ દેશ માટે મહત્વપૂર્ણ છે. 2047માં જ્યારે ભારત આઝાદીની શતાબ્દી ઉજવશે, ત્યારે આ લોકસભા દેશના સપનાઓને સાકાર કરાવશે."

PM મોદીએ વધુમાં કહ્યું, "અમે દેશવાસીઓને આશ્વાસન આપીએ છીએ કે છેલ્લા બે ટર્મમાં ભારત જે પ્રગતિ કરી છે તે સ્પષ્ટ છે. 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવું એ દેશ માટે ગર્વની વાત છે. ભારતની વૈશ્વિક છબી સુદ્રઢ થઈ છે અને આ 5 વર્ષમાં વૈશ્વિક વાતાવરણમાં ભારત માટે ઘણું મહત્વ ધરાવશે."

વડાપ્રધાન પદની નિમણૂક

PM મોદીએ વધુમાં જણાવ્યું કે "આજે NDAની બેઠકમાં મારે ઉપર ફરીથી વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો. રાષ્ટ્રપતિએ મને વડાપ્રધાન પદ માટે બોલાવ્યું અને 9 જૂનના શપથગ્રહણની તારીખ આપીને મંજૂરી આપી."

PM મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન પદ માટે આમંત્રણ મેળવ્યું છે અને 9 જૂને નવી સરકારનું શપથ ગ્રહણ થશે. 18મી લોકસભાને નવા અને યુવા ઉર્જા સાથે દેશના વિકાસ માટે સજ્જ ગણાવી છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર