NEET UG 2024 Answer Key Released by NTA - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

NEET UG 2024 Answer Key Released by NTA

નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET UG) ની આન્સર કી જાહેર કરી છે.

Author image Gujjutak

નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET UG) ની આન્સર કી જાહેર કરી છે. NEET પરીક્ષા આપનાર ઉમેદવારો આ આન્સર કી ડાઉનલોડ કરી શકે છે.

ગયા વર્ષે NTA એ 4 જૂને NEET આન્સર કી રિલીઝ કરી હતી અને 13 જૂને પરિણામ જાહેર કર્યું હતું.

ઉમેદવારો આ લિંક પર ક્લિક કરીને પણ આન્સર કી ચેક કરી શકે છે: https://exams.nta.ac.in/NEET

NEET આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવી?

  • NTA ની સત્તાવાર વેબસાઇટ exam.nta.ac.in/NEET/ પર જાઓ.
  • 'NEET UG Answer Key 2024' લિંક પર ક્લિક કરો.
  • એક PDF ફાઇલ ખુલશે
  • આ ફાઇલ ડાઉનલોડ કરી સેઇવ કરો.

NEET UG પ્રોવિઝનલ આન્સર કી સંબંધિત કોઈપણ વાંધા હોય, તો વિદ્યાર્થીઓ તે નિર્ધારિત સમય મર્યાદા દરમિયાન ચેલેન્જ કરી શકે છે. નિષ્ણાંતોની સમિતિ સાથેની સલાહમશીનો બાદ, NTA અંતિમ આન્સર કી બહાર પાડશે, જેના આધારે NEET UG ના પરિણામો તૈયાર કરવામાં આવશે. NEET UG 2024 ની આન્સર કીને 200 રૂપિયા ફી સાથે ચેલેન્જ કરી શકાય છે, જે પાછી અપાશે નહીં. નિર્ધારિત સમય મર્યાદા દરમિયાન જ આ ફી ચૂકવીને વાંધા ઉઠાવી શકે છે. NEET UG ની અંતિમ આન્સર કી જાહેર થયા બાદ કોઇપણ પ્રશ્નો અને પ્રશ્નો પર વિચાર નહીં કરવામાં આવે. NEET UG અંતિમ આન્સર કી જાહેર થયા બાદ કોઈ પણ પ્રશ્ન અને સમસ્યાઓ પર વિચારણા કરવામાં નહીં આવે.

NTA એ 5 મેના રોજ 557 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં NEET UG પરીક્ષા યોજી હતી. NEET UG 2024 માટે 24 લાખથી વધુ મેડિકલ અભ્યાસી 1 લાખ MBBS સીટ માટે પરીક્ષા આપવી હતી.

આ માહિતી ઉપયોગી જણાઈ હોય તો મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News