
NEET UG 2024 Result Declared: રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) એ NEET UG 2024ના પરિણામો આજે જાહેર કર્યા છે.
NEET UG 2024 Result Declared: રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) એ NEET UG 2024ના પરિણામો આજે જાહેર કર્યા છે. NEET પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. NEET UG પ્રવેશ પરીક્ષાના પરિણામો NEETની અધિકૃત વેબસાઇટ exams.nta.ac.in/NEET પર ઉપલબ્ધ છે.
NEET પરિણામો સાથે, NTA એ ઑલ ઇન્ડિયા ટોપર્સના નામ અને કેટેગરી-વાઇઝ કટ-ઑફ માર્ક્સની પણ ઘોષણા કરી છે. 3 જૂન, 2024એ Final answer-key જાહેર કરવામાં આવી હતી. NEET UG પ્રવેશ પરીક્ષા 5 મે, 2024ના રોજ યોજાઈ હતી.
NEET UG 2024 પરીક્ષા ભારત અને વિદેશના 14 શહેરો સહિત 557 શહેરોમાં યોજાઈ હતી. 24 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.
NTA, વિવિધ સંસ્થાઓના નિયમો અને માર્ગદર્શિકાઓ મુજબ, જેમ કે NMC, DGHS, MCC, DCI, આયુષ મંત્રાલય, NCISM, NCH અને AACCC, મેરિટ લિસ્ટ અને ઑલ ઇન્ડિયા રેન્ક (AIR) તૈયાર કરશે.
- NTA NEETની અધિકૃત વેબસાઇટ nta.ac.in પર જાઓ.
- હોમ પેજ પર NEET 2024 પરિણામ લિંક exams.nta.ac.in/NEET પર ક્લિક કરો.
- તમારું લોગિન વિગતો દાખલ કરો અને સબમિટ કરો.
- તમારું સ્કોરકાર્ડ સ્ક્રીન પર દેખાશે.
- સ્કોરકાર્ડ તપાસો અને પેજ ડાઉનલોડ કરો, જેમાં તમારો ફોટો અને બારકોડ ચેક કરો.
NTAએ વિદ્યાર્થીઓને તેમના સ્કોરકાર્ડ પર ફોટો અને બારકોડની તપાસ કરવાની સલાહ આપી છે. NEET UG પ્રવેશ માટેના તમામ પરિણામો NEETની અધિકૃત વેબસાઇટ exams.nta.ac.in/NEET અને neet.ntaonline.in પર ઉપલબ્ધ છે.