Jio, Airtel અને Viના સિમ કાર્ડ માટે લાગૂ થશે નવો નિયમ, 1 જુલાઈથી બનશે અમલી

Trai New Guideline: ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI) એ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (MNP) નિયમોમાં ફેરફાર કર્યા છે, જેથી સિમ સ્વેપ છેતરપિંડી અટકાવી શકાય.

Author image Chetna

Trai New Guideline: ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI) એ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (MNP) નિયમોમાં ફેરફાર કર્યા છે, જેથી સિમ સ્વેપ છેતરપિંડી અટકાવી શકાય. TRAIના નવા નિયમો મુજબ, જો તમારું સિમ ચોરાઈ જાય અથવા કાર્ડ તૂટી જાય અને તમે તે નંબરનું નવું સિમ કાર્ડ લો, તો તમારે તે નંબરને 7 દિવસ સુધી બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાથી રોકી દેવામાં આવશે.

નવા નિયમો 1 જુલાઈથી લાગુ પડશે

TRAIએ ટેલિકોમ વિભાગ (DoT)ની સલાહ અને વિવિધ કંપનીઓ સાથે ચર્ચા કર્યા પછી આ ફેરફારોની જાહેરાત કરી છે. નવા નિયમો 1 જુલાઈ 2024થી અમલમાં આવશે.

યૂનિક પોર્ટિંગ કોડ હવે તરત જ નહીં મળે

TRAIએ જણાવ્યું છે કે, નવા નિયમોનો ઉદ્દેશ સિમ સ્વેપ અથવા સિમ ચેન્જ છેતરપિંડી રોકવાનો છે. હવે ટેલિકોમ કંપનીઓ સાત દિવસ પૂરા થયા પહેલા 'યૂનિક પોર્ટિંગ કોડ' (UPC) જારી કરી શકશે નહીં. UPC એ 8 અંકનો કોડ છે, જે ગ્રાહકો તેમના મોબાઈલ નંબરને અન્ય ટેલિકોમ ઓપરેટરમાં ટ્રાન્સફર કરવા માટે મેળવતા હોય છે.

નવા નિયમોની જરૂરિયાત કેમ પડી?

મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (MNP) ગ્રાહકોને તેમની આની ટેલિકોમ કંપની બદલવાની સુવિધા આપે છે. જો કે, છેતરપિંડી કરનારાઓ જૂના MNP નિયમોનો લાભ લઈ રહ્યા હતા. TRAIએ સ્પષ્ટ ન કર્યું કે જૂના નિયમોમાં કેવી રીતે છેતરપિંડી થઈ રહી હતી, પરંતુ રિપોર્ટ્સ સૂચવે છે કે મોટાભાગની સિમ સ્વેપ છેતરપિંડી MNP પ્રક્રિયા દરમિયાન થાય છે.

ભવિષ્યમાં આવી છેતરપિંડી રોકાશે

TRAIના આ પગલાથી, હવે ચોરાયેલું અથવા તુટી ગયેલું અથવા સિમ ફરીથી મેળવનારાઓ તરત જ પોતાની ટેલિકોમ કંપની બદલી શકશે નહીં, જેનાથી આ પ્રકારની છેતરપિંડી અટકશે.

આ નિયમોથી ગ્રાહકોને વધુ સુરક્ષા મળશે અને છેતરપિંડી કરનારા સામે કડક કાર્યવાહી થઈ શકશે.

સૂત્રો: TRAI, DoT, Business Today, Reuters

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર