
New vs Old Income Tax Regime: ઇન્કમટેક્સની નવી અને જૂની રેજીમ પ્રમાણે જો કોઈનો પગાર એક કરોડથી લઈ 10 કરોડ સુધી હોય તો તેને કેટલો ટેક્સ ચૂકવવો પડશે અને તેમના હાથમાં કેટલા રૂપિયા આવશે? તેનું સંપૂર્ણ ગણિત અહીંથી સમજો.
આમ તો ટેક્સ બચાવવાની અને વધુ સેલેરી ઇન-હેન્ડ રાખવાની ઈચ્છા દરેક કર્મચારી અને ઉદ્યોગપતિને હોય છે. પરંતુ નવી અને જૂની ટેક્સ સિસ્ટમ વચ્ચેનો તફાવત સમજી લેવો પણ ખૂબ જ જરૂરી છે. જો તમે ઊંચા પગારવાળી કેટેગરીમાં આવો છો, તો આ કમ્પેરીઝન તમને વધુ રૂપિયા બચાવવામાં મદદ કરશે.
તો ચાલો સમજીએ, એક કરોડ થી 10 કરોડ સુધીના પગાર માટે નવા અને જૂના ટેક્સ રેજીમની સરખામણી કરીએ અને સમજણ મેળવીએ કે તમારા માટે કઈ રેજીમ બેસ્ટ રહેશે.
જો તમે નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરો છો, તો ₹1 કરોડના વાર્ષિક પગાર પર તમારું ઈન-હેન્ડ વેતન લગભગ ₹70,74,220 રહેશે. બીજી તરફ, જૂના ટેક્સ સ્લેબ હેઠળ એ જ પગાર માટે ઇન-હેન્ડ વેતન ઘટીને ₹67,99,660 થઈ જશે.
તફાવત: ₹2,74,560 નો ફાયદો નવા ટેક્સ સ્લેબમાં
જો તમારો વાર્ષિક પગાર 5 કરોડ છે, તો નવી ટેક્સ સિસ્ટમ હેઠળ ઇન-હેન્ડ વેતન ₹3,10,75,250 રહેશે. જ્યારે જૂના ટેક્સ રેજીમ હેઠળ તે ₹3,07,63,250 થઈ જશે.
તફાવત: ₹3,12,000 નો વધારાનો ફાયદો નવા ટેક્સમાં
₹10 કરોડના પગાર પર નવા ટેક્સ રેજીમ હેઠળ તમારું ઇન-હેન્ડ વેતન આશરે ₹6,15,80,000 થશે. જૂના ટેક્સ સ્લેબ હેઠળ તે ₹5,75,40,000 થઈ જશે.
તફાવત: ₹40,40,000 નો મોટો લાભ નવા ટેક્સ રેજીમમાં
નવી ટેક્સ સિસ્ટમ સરળ છે અને તેમાં ઓછી ટેક્સ દરની સુવિધા છે. જૂની ટેક્સ સિસ્ટમમાં ઘણા કપાત અને મુક્તિ (80C, HRA, હોમ લોન છૂટ) છે, પણ ઈન-હેન્ડ સેલેરી ઓછી રહે છે. જો તમે ડીડક્શન વગર વધુ ઈન-હેન્ડ પગાર ઇચ્છો છો, તો નવી ટેક્સ સિસ્ટમ વધુ ફાયદાકારક છે.
જો તમે કેટલાંક કપાત અને મુક્તિ લેવાનું પસંદ કરો છો, તો જૂની ટેક્સ સિસ્ટમ લાભદાયી છે. પરંતુ, જો તમે ઓછા ટેક્સમાં વધુ પગાર ઇન-હેન્ડ ઇચ્છો છો, તો નવી ટેક્સ સિસ્ટમ વધુ સારી છે.
ખાસ નોંધ: આ માહિતી સામાન્ય ગણતરીઓ પર આધારિત છે. કોઈ પણ નાણાકીય નિર્ણય લેતા પહેલા તમારા CA અથવા ટેક્સ એડવાઈઝરની સલાહ જરૂર લો.
તમારા માટે કઈ ટેક્સ સિસ્ટમ વધુ ફાયદાકારક? નીચે કોમેન્ટમાં જણાવો