
PF ATM Withdrawal: EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) તેના સબ્સ્ક્રાઇબ કરો માટે એક નવી અને મહત્વની સુવિધા લઈને આવી રહ્યું છે. ટૂંક સમયમાં કર્મચારીઓ તેમના PF ખાતામાંથી પૈસા સીધા ATM દ્વારા ઉપાડી શકશે.
EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) તેના સબ્સ્ક્રાઇબ કરો માટે એક નવી અને મહત્વની સુવિધા લઈને આવી રહ્યું છે. ટૂંક સમયમાં કર્મચારીઓ તેમના PF ખાતામાંથી પૈસા સીધા ATM દ્વારા ઉપાડી શકશે. આ નવી વ્યવસ્થા EPFO 3.0 અંતર્ગત અમલમાં આવશે, જેના કારણે પીએફ ઉપાડવાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે.
કર્મચારીઓને અત્યાર સુધી પીએફ ઉપાડવા માટે EPFO ઓફિસના ધક્કા ખાવા પડતા હતા, કેવા-કેવા ડોક્યુમેન્ટની જરૂર પડતી હતી અને લાંબી પ્રોસેસનો સામનો કરવો પડતો હતો. હવે, ATM મારફતે સીધું PF ઉપાડવાની સુવિધા શરૂ થતી હોવાથી, UAN (Universal Account Number) અને લિંક થયેલ બેંક એકાઉન્ટ દ્વારા ઓટોમેટિક વેરિફિકેશન થશે.
કર્મચારીઓના હિત માટે EPFO એક નવી ATM સપોર્ટેડ સિસ્ટમ વિકસાવી રહ્યું છે, જેના કારણે ATM માં કાર્ડ સ્વાઇપ કરીને PF ઉપાડવું એટલું જ સરળ બનશે જેવું કે બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે થાય છે.
માત્ર ATM જ નહીં, પરંતુ EPFO ટૂંક સમયમાં UPI (Unified Payments Interface) દ્વારા પણ PF ઉપાડવાની સુવિધા આપશે. એટલે કે હવે EPFOના સભ્યો PhonePe, Google Pay, Paytm, BHIM જેવી UPI આધારિત એપ્લિકેશન્સ દ્વારા પીએફ ઉપાડી શકશે.
હાલમાં PF ઉપાડવાની પરંપરાગત પદ્ધતિ દ્વારા NEFT અથવા RTGS નો ઉપયોગ કરવો પડે છે, જેના કારણે 2 થી 3 દિવસનો સમય લાગે છે. UPI દ્વારા આ પ્રક્રિયા માત્ર સેકંડોમાં પૂર્ણ થઈ જશે.
EPFO ટૂંક સમયમાં PF ATM કાર્ડ લોંચ કરશે, જેની મદદથી કર્મચારીઓ તેમના PF ખાતામાંથી સીધા ATM મારફતે રૂપિયા ઉપાડી શકશે. આ સુવિધા કયા કયા ATM માં ઉપલબ્ધ થશે, તેની વિગત વહેલી તકે જાહેર કરવામાં આવશે.
EPFO 3.0 લાગુ થયા બાદ લાખો EPF સભ્યોને સીધા ATM અને UPI મારફતે તેમના PF ખાતામાંથી પેમેન્ટ ઉપાડવાની સગવડ મળશે. જો તાત્કાલિક નાણાંની જરૂર હોય તો હવે લાંબી પ્રક્રિયા દ્વારા ન જવું પડે, અને પૈસા એક જ ક્ષણમાં તમારા હાથે આવી જશે.
ક્યારે આ સુવિધા લોંચ થશે? સરકાર ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે.