Ayushman Card: સરકારે આયુષ્માન ભારત યોજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સારી અને ગુણવત્તા યુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે શરૂ કરી છે. આ યોજનામાં પત્ર લાભાર્થીઓ ને મફત 5 લાખ (ગુજરાતમાં 10 લાખ) રૂપિયાની સારવારની સુવિધા આપવામાં આવે છે, આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 સપ્ટેમ્બર 2018 ના રોજ લોન્ચ કરી હતી.
કેન્દ્ર સરકાર આ યોજનાનો લાભ શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચાડવા માંગે છે. તેથી, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી. આ અંતર્ગત આયુષ્માન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવાના નિયમોને સરળ બનાવવામાં આવ્યા છે. હવે તમે તમારા મોબાઈલ ફોનથી ઘરે બેઠા સરળતાથી તમારું આયુષ્માન કાર્ડ બનાવી શકો છો.
આયુષ્માન કાર્ડસિમ્બોલિક ફોટો (Ayushman Cardsymbolic photo)
આયુષ્માન કાર્ડ ઓનલાઈન બનાવવા માટે, સૌ પ્રથમ તમારે http://beneficiary.nha.gov.in ની મુલાકાત લેવી પડશે. અહીં આપેલા 'Beneficiary (લાભાર્થી)' વિકલ્પ પર ક્લિક કરો અને તમારો મોબાઈલ નંબર દાખલ કરો. તમારા મોબાઈલ પર મળેલ OTPની ઇન્ટર કરો.
આ પછી, તમે આયુષ્માન કાર્ડ માટે રેશન કાર્ડનો વિકલ્પ જોશો. તમારા કુટુંબનું નામ અહીં શોધો. આગળ, જે વ્યક્તિના નામે કાર્ડ બની રહ્યું છે તેનું નામ અને વિગતો દાખલ કરો. વિગતોમાં આધાર નંબર પૂછવામાં આવશે. OTP તે મોબાઈલ નંબર પર આવશે જે આધાર નંબર સાથે લિંક હશે. તેની ચકાસણી કરો. એક સંમતિ ફોર્મ ખુલશે, તેના તમામ વિકલ્પો પર ટિક કરો અને જમણી બાજુએ 'allow' બટન દબાવો.
જે લોકોના નામ પર આયુષ્માન કાર્ડ બની રહ્યું છે તે લોકોના નામ લાભાર્થી તરીકે બ્લુ બોક્સમાં સ્ક્રીન પર દર્શાવવામાં આવશે. બોક્સની નીચે 'e-KYC આધાર OTP'નો વિકલ્પ પસંદ કરો. આધાર વેરિફિકેશન કર્યા પછી, પેજની જમણી બાજુએ 'કેપ્ચર ફોટો' આઇકોન પર ફરીથી ક્લિક કરો. મોબાઈલ કેમેરા વડે ફોટો લો અને 'પ્રોસીડ' વિકલ્પ પર ક્લિક કરો.
આ પછી, ફોર્મમાં આપેલી બધી માહિતી ફરી એકવાર ચેક કરો અને 'ઓકે' બટન પર ક્લિક કરો. આ પછી, તમે તમારું આયુષ્માન કાર્ડ બનાવી શકશો.