
NPS Vatsalya or PPF: સરકારની ઘણી સ્કીમો લોકો માટે ભવિષ્યમાં નાણાકીય સલામતીનો રસ્તો તૈયાર કરે છે. તેમા NPS વાત્સલ્ય અને PPF જેવી સ્કીમો લોકપ્રિય છે.
સરકારની ઘણી સ્કીમો લોકો માટે ભવિષ્યમાં નાણાકીય સલામતીનો રસ્તો તૈયાર કરે છે. તેમા NPS વાત્સલ્ય અને PPF જેવી સ્કીમો લોકપ્રિય છે. પરંતુ અનેક લોકોને પ્રશ્ન થાય છે કે કઈ સ્કીમમાં રોકાણ કરવું જેનાથી જલ્દી કરોડપતિ બની શકાય. ચાલો, આ બે સ્કીમો વચ્ચેનો તફાવત અને ફાયદા જાણીએ.
NPS (National Pension Scheme) વાત્સલ્ય યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, જેમાં 18 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે એકાઉન્ટ ખોલી શકાય છે. ગાર્ડિયન પોતાના બાળકના નામે ઓછામાં ઓછા ₹1000થી રોકાણ કરી શકે છે અને આ સ્કીમમાં મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી.
આ યોજના હેઠળ, 18 વર્ષની ઉંમરે બાળકના ભણતર અથવા સારવાર માટે 25% રકમ ઉપાડી શકાય છે, જ્યારે બાકી 75% રકમ પેન્શન માટે રોકવામાં આવશે. 60 વર્ષની ઉંમરે, બાળકને આ પેન્શન મળશે.
જો તમે NPS વાત્સલ્ય યોજનામાં દર વર્ષે ₹10,000 જમા કરો તો, 18 વર્ષ બાદ તમારે ₹5 લાખ મળી શકે છે. જો આ જ રકમ 60 વર્ષની ઉંમર સુધી જમા કરો અને 10% વાર્ષિક રિટર્ન મળે, તો કુલ કોપર્સ ₹2.75 કરોડ સુધી પહોંચી શકે છે. 12.86% રિટર્નના આધારે, આ રકમ વધીને ₹11.05 કરોડ પણ થઈ શકે છે.
PPF યોજના પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવે છે અને લાંબા ગાળાની બચત માટે વિશ્વસનીય વિકલ્પ છે. તમે માત્ર ₹500થી પણ આ યોજનામાં એકાઉન્ટ ખોલી શકો છો, અને દર વર્ષે મહત્તમ ₹1.5 લાખ રોકાણ કરી શકો છો.
આ સ્કીમની મેચ્યુરિટી 15 વર્ષ પછી થાય છે, પરંતુ તેને 5-5 વર્ષ વધારી પણ શકાય છે. PPFના વ્યાજદર 7.1% છે, અને 25 વર્ષ સુધી રૂપિયા રાખવાથી અંદાજે ₹1.03 કરોડ જમા થઈ શકે છે.
NPS વાત્સલ્યમાં માર્કેટના આધાર પર રિટર્ન મળે છે, તેથી તે વધુ વધવા શક્યતા છે. PPFમાં ફિક્સ 7.1% વ્યાજ મળે છે, જેનાથી સુરક્ષિત કમાણી થાય છે. NPS ખાસ પેન્શન માટે છે, જ્યારે PPF લાંબા ગાળાના રોકાણ માટે વધુ ફાયદાકારક છે.
NPSમાં લાંબા ગાળે વધુ મોટા ફંડ જમા થવાના ચાન્સ છે, અને તે લોકોને વધુ કરોડપતિ બનાવી શકે છે. PPFનો ફાયદો એ છે કે તે નિશ્ચિત વ્યાજ સાથે ગેરન્ટી આવક આપે છે, પરંતુ તેમાં મોટા ફંડ માટે વધુ લાંબો સમય લાગે.