પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓ માટે અનોખી ભક્તિ અને આસ્થા જોવા મળે છે, પરંતુ હાલમાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવતી ફક્ત ટૂવાલ પહેરીને સ્નાન કરવા ગઈ હોવાની વાત વાયરલ થઈ છે.
ટૂવાલમાં સ્નાન કરવાનું વીડિયો વાયરલ
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન એક યુવતી ટૂવાલ પહેરીને ઘાટ પર સ્નાન કરવા પહોંચી હતી. વીડિયો જોઈને લોકો ચોંકી ગયા, કારણ કે યુવતી માત્ર સફેદ રંગના ટૂવાલમાં જ ગંગામાં ડૂબકી લગાવતી જોવા મળી હતી. લોકોએ આશ્ચર્ય સાથે તેની આ હરકત જુવી, અને કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર તેની ટીકા પણ કરી.
રિલ્સ બનાવવા માટે કર્યું ?
વિડિયોમાં દેખાઈ રહ્યું છે કે યુવતી ઘાટ પર હાજર ભીડમાંથી પસાર થઈ રહી છે, અને સ્નાન કર્યા બાદ પોતાનો વીડિયો રેકોર્ડ કરાવી રહી છે. શંકા છે કે આ યુવતી ફક્ત સોશિયલ મીડિયા પર રિલ્સ અને ફોલોઅર્સ મેળવવા માટે આવું કરી રહી હતી. આ વીડિયો વાયરલ થતા જ અનેક લોકોએ તેની નારાજગી વ્યક્ત કરી છે.
"આ ગોવા કે માલદીવ નથી" – યૂઝર્સની પ્રતિક્રિયા
વિડિયોએ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનાવ્યો છે. એક યુઝરે લખ્યું કે, "આ ગોવા કે માલદીવનો બીચ નથી, આ પ્રયાગરાજ મહાકુંભ છે, જ્યાં લોકો ભક્તિ અને શ્રદ્ધા સાથે આવે છે. આવી અશ્લીલતાને અહીં કોઈ સ્થાન નથી."
બીજા એક યુઝરે લખ્યું કે, "આ મહાકુંભ શ્રદ્ધાળુઓ માટે પવિત્ર સ્થળ છે, અને આવી અસામાજિક હરકતો ધર્મસ્થળની શાન ઓછું કરે છે. આવી રીલ્સ બનાવનારા લોકોને સમજાવવાની જરૂર છે."
મહાકુંભમાં વધતી અશ્લિલતા પર લોકોની ચિંતા
આ ઘટના પછી, મહાકુંભમાં આવા કિસ્સાઓ વધતા હોવાની લોકોમાં ચિંતા વ્યક્ત થઈ છે. કેટલાક લોકોનું માનવું છે કે સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા માટે કેટલાક યુવાનો પવિત્ર સ્થળોના મર્યાદા ભૂલી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે અને આ અંગે હજી પણ ચર્ચા થઈ રહી છે.