ગુજરાત સરકારે નવી આઇએએસ બદલીના આદેશ જાહેર કર્યા છે. આ આદેશ અનુસાર, એમ.એ. પંડ્યા (SCS:GJ:2007)ની બદલી કરવામાં આવી છે. પંડ્યાની બદલી ગાંધીનગર સ્થિત સેટલમેન્ટ કમિશનર અને લેન્ડ રેકૉર્ડના નિયામક પદેથી કરીને તેઓને હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
અન્ય એક આઇએએસ અધિકારી જેનુ દેવન (RR:GJ:2006)ને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેઓ હાલમાં સુપરિન્ટેન્ડન્ટ ઑફ સ્ટેમ્પ્સ અને ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન પદે છે. તેઓને આ પદ સાથે સેટલમેન્ટ કમિશનર અને લેન્ડ રેકૉર્ડ્સ, ગાંધીનગરનું વધારાનું કાર્યભાર પણ સોંપવામાં આવ્યું છે.
આ બદલાવથી રાજ્યમાં મહત્વપૂર્ણ પદ પર કામગીરી કરનારા આ અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.