8th Pay Commission: ભારતમાં લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો લાંબા સમયથી 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે. 7મું પગાર પંચ 2014માં રજૂ કરવામાં આવ્યું હતું, અને તેના આધારે 2016માં કર્મચારીઓના પગારમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. હવે, 7મા પગાર પંચને 10 વર્ષ પૂરાં થવા આવી રહ્યા છે, અને 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે તે અંગે કર્મચારીઓમાં ઉત્સુકતા છે.
સામાન્ય રીતે, દર દસ વર્ષે નવું પગાર પંચ સ્થાપિત કરવામાં આવે છે, અને 8મા પગાર પંચ માટે 2025માં પ્રક્રિયા શરૂ થવાની ધારણા છે. તાજેતરમાં, કર્મચારીઓના પ્રતિનિધિઓએ કેબિનેટ સચિવ સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. કેબિનેટના મતે 2026 હજુ દૂર છે અને હાલતને ધ્યાનમાં લઈને 8મા પગાર પંચની રચના માટે થોડો સમય લાગશે.
કેટલાંક રિપોર્ટ્સ મુજબ, 8મા પગાર પંચ પછી મિનિમમ સેલેરી 34,500 રૂપિયા સુધી વધી શકે છે, જે હાલમાં 18,000 રૂપિયાની આસપાસ છે. આ સાથે, 8મા પગાર પંચમાં ડીએ ફોર્મ્યુલા માટે પણ સુધારા સંભવિત છે, જેથી મોંઘવારીના વધારા સાથે કર્મચારીઓને વધારે સહાય મળી શકે.